મહિસાગર નલ સે જલ અભિયાનમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર મામલે સીઆઈડી ક્રાઈમે મોટી કાર્યવાહી કરી છે. જેમાં કોઠંબા ગામના પુર્વ સરપંચ, લુણાવાડા એપીએમસીના પુર્વ ચેરમેન અને ભાજપ અગ્રણી ગોવિંદભાઈ પટેલ(ગોવિંદ રાણા)ની ધરપકડ કરાઈ છે. આ સાથે જ ધરપકડનો કુલ આંકડો ૭૩ પર પહોંચ્યો છે.
તપાસમાં આશ્ર્ચર્ય કરી દેનારો ખુલાસો થયો છે કે, ગોવિંદ પટેલે સરપંચ પદ પર હતા ત્યારે પાણી સમિતિમાંથી સરકારી નાણાં .૧૪ લાખ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સ્ફર કરી દીધા હતા. આ કોૈભાંડમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ તેમજ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાકટરોની સંડોવણી ખુલ્લી પડી છે. ગત તા.૨૨ જુન-૨૦૨૫ વાસ્મોના યુનિટ મેનેજરે વડોદરા સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ તેજ બની હતી. મહિસાગર જિલ્લાના ૭૧૪માંથી ૬૨૦ ગામોની જળ યોજનાઓમાં ગંભીર ગેરરિતી સામે આવી છે. કોૈભાંડીઓએ કરોડો પિયા ૫ચાવી પાડ્યા છે. જયારે સામાન્ય જનતા આજે પણ શુદ્ધ પીવાના પાણી માટે વલખા મારી રહી છે.