છોટાઉદેપુરમાં ખુલ્લા ટ્રાન્સ્ફોર્મરો અને લટકતા વીજ વાયરો અકસ્માતને નોતરા સમાન

છોટાઉદેપુર શહેરમાં એમજીવીસીએલની વીજ વ્યવસ્થાની ગંભીર બેદરકારી સામે આવી છે. વીજ કંપની દ્વારા નિયમિત સમારકામ અને દેખરેખ કરવામાં આવે છે તેવા દાવાઓ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાન્સ્ફોર્મરોના ખુલ્લા ડબ્બા અને લટકતા વીજ વાયરોલ ગમે ત્યારે મોટી દુર્ધટના સર્જી શકે તેમ છે.

વીજ લાઈનો, ટ્રાન્સ્ફોર્મરો, વીજ થાંભલાઓ અને અન્ય વીજ ઉપકરણોની તપાસ કરીને જ‚રી સમારકામ તથા સુરક્ષાના પગલા લેવાની જવાબદારી વીજ તંત્રની હોય છે. ખાસ કરીને જાહેર માર્ગો, રહેણાંક વિસ્તારો અને લોકોની અવર જવર રહેતી જગ્યાઓ પર સ્થાપિત ટ્રાન્સ્ફોર્મરો સુરક્ષિત સ્થિતિમાં હોવા જ‚રી છે. તેમ છતાં છોટાઉદેપુર શહેરના કેટલાક વિસ્તારોમાં ટ્રાન્સ્ફોર્મરો ખુલ્લા જોવા મળતા પ્રિ-મોન્સુન કામગીરી સામે પ્રશ્ર્નો ઉભા થયા છે. શહેરના મુખ્ય વિસ્તારો અને આસપાસના વિસ્તારોમાં કયાંક ટ્રાન્સ્ફોર્મરના ડબ્બા ખુલ્લા છે. તો કયાંક વીજ વાયરો લટકતા જોવા મળે છે. આવી સ્થિતિ સામાન્ય નાગરિકો માટે જોખમી બની શકે છે. ખાસ કરીને બાળકો રમતા રમતા ટ્રાન્સ્ફોર્મર પાસે પહોંચી જાય અથવા તો અડી જાય તો ગંભીર વીજ અકસ્માત સર્જાવવાની શકયતા નકારી શકાય તેમ નથી. લોકોની માંગ છે કે, એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાત્કાલિક અસરથી શહેરના તમામ વિસ્તારોમાં તપાસ હાથ ધરે અને જયાં પણ ટ્રાન્સ્ફોર્મર ખુલ્લા હોય ત્યાં સુરક્ષિત આવરણ, બંધ વ્યવસ્થા અને ચેતવણીના સુચક બોર્ડ સહિત જ‚રી સુરક્ષાના પગલા લેવછામાં આવે, સાથે જ લટકતા ખુલ્લા વીજ વાયરોનુ સમારકામ કરીને સંભવિત અકસ્માતો અટકાવવામાં આવે.