બોડેલીમાં સરકારી નાણાંની ઉચાપત : જલારામ મંદિરે શોૈચાલય બનાવ્યુ અને બોર્ડ માર્યુ સરકારી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે જલારામ મંદિરના કેમ્પસમાં સંસ્થા દ્વારા બનાવવામાં આવેલા શોૈચાલય ઉપર સરકારી નાણાં વપરાયાની તકતી ચોંટાડી સરકારી ચોપડે તેનો ખર્ચ પાડી દેવામાં અને તકતી મારીને નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. જેને લઈને જલારામ મંદિર સંસ્થાના હોદ્દેદારોએ તાલુકા પંચાયતના અધિકારીઓને લેખિત રજુઆત કરતા તપાસ ન થતાં જેને લઈ તપાસ માટે જિલ્લા સ્વાગત ઓનલાઈન અરજી કરાતા જિલ્લા કલેકટરે પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ કર્યો છે.

બોડેલી-હાલોલ રોડ પર જલારામ મંદિર આવેલ છે. આ જલારામ મંદિરના કેમ્પસમાં સંસ્થા દ્વારા શોૈચાલય બનાવવામાં આવેલા હતા. પરંતુ બોડેલી ગ્રામ પંચાયત દ્વારા જલારામ મંદિરના કેમ્પસમાં શોૈચાલય ઉપર પાંચ લાખ ‚પિયાના સરકારી યોજનામાંથી શોૈચાલય બનાવી દીધા હોવાનુ દર્શાવી દેવામાં આવતા કેટલાક અજાણ્યા માણસોએ આ શોૈચાલય પર રાતોરાત તકતી મારી દીધી હતી. જલારામ મંદિરના કેમ્પસના ટ્રસ્ટીઓ આ ધટનાને લઈ ચોૈકી ઉઠ્યા હતા. અને ત્યારબાદ અલગ અલગ જગ્યાઓ ઉપર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર અને ઉચ્ચકક્ષાએ રજુઆત કરીને થાકી જતા કોઈ તપાસ ન થતાં આખરે જલારામ મંદિરના આગેવાન જયેન્દ્રભાઈ જયંતિલાલ ઠકકરે જિલ્લા સ્વાગત ઓનલાઈનમાં અરજી કરતા જિલ્લા કલેકટરે સ્વાગત ઓનલાઈનમાં આ પ્રશ્ર્નનો નિકાલ કરવામાં શોૈચાલય ઉપર તકતી મારનાર અજાણ્યા ઈસમો સામે પોલીસ ફીરયાદ નોંધાવવા આદેશ કર્યો છે. હાલ તો પોલીસ ફરિયાદ નોંધાવવા માટે અરજદાર દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે.