
અમદાવાદમાં અદાણી દ્વારા સીએનજીના ભાવમાં કરવામાં આવેલા તીવ્ર વધારાને પગલે રિક્ષાચાલકો અને અન્ય સીએનજી વાહનચાલકોમાં ભારે નારાજગી અને આક્રોશ જોવા મળી રહૃાો છે. દિવાળીના તહેવારને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોંઘવારીનો આ વધુ એક માર રિક્ષાચાલકો માટે કપરી પરિસ્થિતિનું નિર્માણ કરી રહૃાો છે. અદાણી દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલો ૪.૪૫નો વધારો કરવામાં આવતા હવે નવો ભાવ ૯૮.૪૭ પ્રતિ કિલો પર પહોંચી ગયો છે.
આ ભાવ વધારો એક જ દિવસમાં થયો છે, અને ગત ઓગસ્ટ મહિનામાં પણ સીએનજીના ભાવમાં ૪નો વધારો કરાયો હતો. આમ, છેલ્લા એક વર્ષમાં સીએનજીના ભાવમાં પ્રતિ કિલો આશરે ૧૭નો જંગી વધારો નોંધાયો છે, જે વાહનચાલકોના બજેટ પર સીધી અને ગંભીર અસર કરી રહૃાો છે.
આ ભાવ વધારાના વિરોધમાં અમદાવાદના મેમનગર વિસ્તારમાં રિક્ષાચાલકોએ એકઠા થઈને પ્રદર્શન કર્યું હતું. રિક્ષાચાલકોનું સ્પષ્ટપણે કહેવું છે કે ઝ્રદ્ગય્ મોંઘું થવાથી તેમની રોિંજદૃી કમાણીમાં મોટો ઘટાડો થશે, અને પરિવારનું ગુજરાન ચલાવવું અત્યંત મુશ્કેલ બનશે. તેમણે ઉદૃાહરણ આપતા જણાવ્યું કે પહેલાં જ્યાં ૪૦૦માં સીએનજીની ટેક્ધ પૂરી ભરાઈ જતી હતી, ત્યાં હવે ૪૫૦નો ખર્ચ થાય છે.
આ વધારાના ૫૦ પણ તેમની ઓછી આવકને ધ્યાનમાં લેતા ખૂબ મોટી રકમ છે. ઘણા રિક્ષાચાલકોએ એવી િંચતા વ્યક્ત કરી હતી કે આ ભાવ વધારાને કારણે દિવાળી જેવા મોટા તહેવારમાં બાળકો માટે મીઠાઈ કે ફટાકડા જેવી જરી વસ્તુઓ ખરીદૃવી પણ શક્ય નહીં બને.
આ સંજોગોમાં રિક્ષાચાલકોએ તેમની માંગણીઓ રજૂ કરી છે. મુખ્ય માંગ એ છે કે સીએનજીનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે, અથવા તો રિક્ષાચાલકો અને ટેક્સીચાલકો માટે સબસિડીની વ્યવસ્થા કરવામાં આવે. રિક્ષાચાલક વિજયભાઈએ જણાવ્યું કે ચારે બાજુ મોંઘવારીએ માજા મૂકી છે, દરેક ચીજવસ્તુના ભાવ વધી ગયા છે. તેમણે એ પણ ઉમેર્યું હતું કે એક તરફ ઓનલાઈન એગ્રીગેટર કંપનીઓ ૫૦%થી પણ વધુ કમિશન લઈને શોષણ કરી રહી છે, અને બીજી તરફ સફેદ નંબર પ્લેટવાળા ટુ-વ્હીલર ટેક્સી તરીકે કાર્યરત હોવાથી પણ તેમની કમાણી પર નકારાત્મક અસર પડી રહી છે. આ તમામ પરિસ્થિતિઓમાં સીએનજીનો ભાવ વધારો એ પડ્યા પર પાટુ સમાન છે.
રિક્ષાચાલક યુનિયનોએ આ મામલે ગંભીરતા દાખવી છે અને અદૃાણીની ઓફિસમાં રજૂઆત કરવાની તથા સરકાર સમક્ષ પણ આ મુદ્દે નિરાકરણ લાવવા વિનંતી કરવાની યોજના બનાવી છે. રિક્ષાચાલકોએ એમ પણ સૂચવ્યું કે અમદાવાદમાં ગુજરાત ગેસ રિફાઇનરીને પ્રવેશ આપવાથી અદૃાણીના એકાધિકારને પડકાર મળી શકે છે અને ભાવ નિયંત્રિત થઈ શકે છે. જો તાત્કાલિક કોઈ ઉકેલ નહીં આવે તો તેમની મુશ્કેલીઓ વધુ વકરશે અને આવનારા દિવસોમાં રિક્ષાચાલકોનો આક્રોશ વધુ ઉગ્ર બની શકે છે.
અલનીનોની અસરથી ભારતમાં ડિસેમ્બરમાં હવામાન પલટાશે, ગરમીની આશંકા, જુઓ ફૈર્ઙ્ઘી