રાજકોટમાં સોડા મશીનમાં લેવરને બદલે દેશી દારૂ પીરસતો, પોલીસે ચિત્રવિચિત્ર રેકેટ ઝડપી પાડ્યું

રાજ્યમાં દારૂ બંધીના અમલ વચ્ચે બુટલેગરો પોલીસથી બચવા અને ગેરકાયદૃેસર નશો વેચવા માટે અવારનવાર નવા-નવા પેંતરા અજમાવતા હોય છે. પરંતુ રંગીલા રાજકોટ શહેરમાંથી એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેણે પોલીસ અધિકારીઓને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. શહેરમાં સોડા સેન્ટરની આડમાં અને ખાસ કરીને સોડા મશીનની અંદર દૃેશી દારૂ ભરીને ગ્રાહકોને પીરસવાનું એક અત્યંત ચિત્રવિચિત્ર રેકેટ પકડાયું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અંતર્ગત કાર્યરત પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ એટલે કે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને આ કૌભાંડનો પર્દૃાફાશ કર્યો છે.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી મારુતિનંદૃન સોસાયટીમાં લાંબા સમયથી દૃેશી દારૂ નું છૂટક વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી પીસીબીની ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે બહારથી સામાન્ય સોડા વેચાણનું યુનિટ કે દૃુકાન જેવું વાતાવરણ દૃેખાતું હતું. જોકે જ્યારે સોડા મશીનની ઝીણવટભરી તપાસ કરવામાં આવી ત્યારે પોલીસ અધિકારીઓ પણ દગ રહી ગયા હતા. સોડા મશીનના અલગ-અલગ લેવરવાળા ટેક્ધોમાં સોડા કે સીરપ ભરવાને બદલે દૃેશી દારૂ ભરવામાં આવ્યો હતો. ગ્રાહક આવે ત્યારે નોઝલ દબાવીને સોડાની જેમ ગ્લાસમાં દૃેશી દારૂ ભરીને આપવામાં આવતો હતો.

પોલીસ ટીમે સ્થળ પરથી મોટા પાયે તપાસ હાથ ધરીને મશીન તેમજ અન્ય પાત્રોમાં સંગ્રહાયેલો આશરે ૨૨૫ લિટર દૃેશી દૃા‚નો જથ્થો કબજે કર્યો હતો. આ ગેરકાયદૃેસર પ્રવૃત્તિ ચલાવી રહેલા મહેન્દ્ર ઉકડિયા નામના શખ્સને પોલીસે સ્થળ પરથી જ રંગેહાથ ઝડપી લીધો હતો. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે બહારથી કોઈને પણ શંકા ન જાય તે માટે આ યુક્તિ અપનાવવામાં આવી હતી જેથી આસપાસના રહીશો કે પેટ્રોિંલગ કરતી પોલીસને લાગે કે લોકો સામાન્ય સોડા પીવા માટે આવી રહૃાા છે.

તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું છે કે આ નેટવર્કમાં મહેન્દ્ર ઉકડિયા સાથે અન્ય એક શખ્સ યોગીરાજિંસહ ગોહિલ પણ સક્રિય ભાગીદાર હતો અને દારૂ ના સપ્લાય તેમજ વેચાણમાં તેની મુખ્ય ભૂમિકા હતી. જોકે પોલીસના દરોડા દરમિયાન યોગીરાજિંસહ હાજર ન મળી આવતાં તે ફરાર જાહેર થયો છે. પીસીબી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદૃેસરનો ગુનો નોંધીને ફરાર આરોપી યોગીરાજિંસહ ગોહિલને ઝડપી લેવા માટે અલગ-અલગ વિસ્તારોમાં દરોડા શરૂ કર્યા છે. રહેણાંક વિસ્તારમાં આ પ્રકારે ચાલી રહેલા નશાના કારોબારનો પર્દૃાફાશ થતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.