સંખેડાના રામપુરા ગામે ખેતર માંથી અજગરનું રેસ્કયુ કરાયું

સંખેડા તાલુકાના રામપુરા ગામે દિલીપભાઈના કપાસના ખેતર માંથી અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મજૂરો કપાસ વીણી રહ્યા હતા ત્યારે તેમને છોડ વચ્ચે અજગર દેખાયો હતો.

અજગરને જોઈને મજૂરો ખેતરથી દૂર જતા રહ્યા અને કપાસ વીણવાનું કામ અટકી ગયું. ખેતરના માલિક દિલીપભાઈએ સંખેડાના જીવદયા પ્રેમી સંકેત બારીયાને ફોન કર્યો હતો.

જાણ થતાં સંકેત બારીયા પોતાની ટીમ સાથે ખેતરે પહોંચ્યા. તેમણે અજગરને પકડીને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો. આ દરમિયાન ગામના લોકો પણ ત્યાં એકઠા થયા હતા. વન વિભાગની સૂચના મુજબ અજગરને તેના કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવ્યો. તેને કોઈ ઈજા થઈ ન હતી. ગામલોકોએ સંકેત બારીયાનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે સંકેત સમયસર પહોંચ્યા હોવાથી મોટી દુર્ઘટના ટળી અને અજગરનો જીવ બચ્યો.