કંજરી ગામે રહેતા યુવકના બેંક ખાતામાંથી સાયબર ઠગોએ મિનીટોમાં રૂ.૩.૨૦ લાખ સફાચટ કરી દીધા હતા. ખાતામાં માત્ર ૭૪૭ પિયા જ બચતા યુવકના ૫ગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બેંકમાં તપાસ અર્થે પહોંચે તે પુર્વે જ સતત ટ્રાન્ઝેકશન થતાં હાલોલરૂરલ પોલીસ મથકે ગુનો નોંધાવવા પામ્યો છે.
હાલોલ તાલુકાના કંજરી ગામની અનવી રેસીડેન્સી ખાતે રહેલા અનીલભાઈ ઈશ્ર્વરભાઈ કેલા તા.૪ નવેમ્બરે બપોરે પોતાના ધરે હતો. ત્યારે તેના મોબાઇલ પર બેંક ઓફ બરોડાના અમદાવાદની શાખાના ખાતામાંથી .૧.૯૯ લાખ કપાઈ ગયા હોવાનો પહેલો મેસેજ આવ્યો હતો. તેઓ આ બાબતે તપાસ કરવા માટે કંજરી સ્થિત બીઓબીની શાખાએ જઈ રહ્યો હતો. તે દરમિયાન જ રૂ.૨ લાખ અને ત્યારબાદ વધુ રૂ.૨૧,૦૦૦ કપાઈ ગયાના સતત મેસેજ આવ્યા હતા. આમ કુલ રૂ.૩.૨૦ લાખની રકમ ઉપડી ગઈ હતી. ખાતામાં માત્ર રૂ.૭૪૭ જ બાકી રહ્યા હતા. ધટનાની ગંભીરતા સમજીને અનીલભાઈએ તાત્કાલિક બેંકમાં પોતાનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર બ્લોક કરાવ્યો હતો. સાયબર ફ્રોડ હેલ્પલાઈન નંબર ૧૯૩૦ ઉપર કમ્પલેઈન નોંધાવી હતી. બાદમાં બેંકમાંથી યુપીઆઈ ટ્રાન્ઝેકશનની વિગતો કઢાવતા યુપીઆઈ આઈડી દ્વારા અમન ફિરોઝભાઈ ગોરીના ખાતામાં તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેકશન કરીને આ નાણાં ઉપાડી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે હાલોલ રલ પોલીસ સ્ટેશને અનીલભાઈ ઈશ્ર્વરભાઈ કૈલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈ.ટી.એકટ સહિતનો કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.