ગોધરા ફાયર વિભાગ દ્વારા ફાયરની સુરક્ષાને ધ્યાને લઈ જાગૃતતા માટે ફટાકડાના વેપારીઓ અને ખરીદી કરવા આવેલ ગ્રાહકોને પેમપ્લેટ વિતરણ કરવામાં આવ્યુ હતુ. સતત ત્રણ દિવસથી યોદ્ધા ગાડી દ્વારા ફટાકડા વિતરણના ટ પર પેટ્રોલિંગ અને ફાયરની તાલીમ આપવામાં આવી રહી છે. ગોધરા નગરપાલિકાનો સંપુર્ણ ફાયર સ્ટાફ ૨૪ કલાક સ્ટેન્ડબાય રાખેલ છે. અને સંપુર્ણ સ્ટાફની રજાઓ રદ્દ કરેલ છે.
ફાયર વિભાગના વાહનોમાં જરિયાત મુજબ ડિઝલ અને સામાન સજજ રાખેલ છે. જેથી કોલ મળ્યેથી ત્વરિત ટર્ન આઉટ લઈ શકાય. આગ અકસ્માત સમયે વહેલી તકે ધટના સ્થળે પહોંચી શકાય જેના ભાગપે તહેવારોના દિવસોમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ સતત ટ્રાફિક પોલીસન સંપર્કમાં રહીએ છીએ. ગોધરા તાલુકા અને પંચમહાલ જિલ્લા માટે દિવાળીના તહેવારને ધ્યાને લઈ આજુબાજુના તમામ ઉપયોગી નીવડે તેવા સંપર્કની યાદી ગોધરા ફાયર વિભાગના કંટ્રોલ મમાં લગાવેલ છે. ગોધરા શહેરના આજુબાજુના વિસ્તારોમાં જયાં પાણીના સ્ત્રોત છે તેવા મોલ, કંપની, હોસ્પિટલ, થિએટર અને જરિયાત નીવડે તેવા સ્થાનો પર અગાઉથી સંપર્ક કરી જરિયાત જણાય તો મદદપ થવા જાણ કરેલ છે. પબ્લિક અવેરનેસને ધ્યાને લઈ સતત ત્રિદિવસીય સોશિલય મીડિયા દ્વારા ફાયર સેફટીની જાગૃતતા અને હેલ્પલાઈન નંબરને પબ્લિક સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.