કાલોલમાં દિવાળીના ૫ર્વનો ઉત્સાહ અને ઉજવણીની રોનક સાથે નગર સહિત તાલુકા ભરમાં તહેવારોનો માહોલ જામ્યો છે. જોકે તહેવારોની સીઝનમાં પ્રારંભે નબળી શઆત પછી ધનતેરસની ધરાકી નીકળતા રાહતનો ચમકારો જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ પંથકમાં દિવાળી મહાપર્વની ઉજવણીના ભાગપે ખરીદીની તૈયારીઓ, ધરોમાં સાફસફાઈ, સુશોભન અને રંગરોગાનની પ્રવૃત્તિઓની જમાવટ વચ્ચે બજારમાં પાછલા એક સપ્તાહ દરમિયાન મંદીનો માહોલ હોય તેવો વેપારી આલમમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. ખાસ કરીને કરિયાણા, મીઠાઈ, ફરસાણ, ખાણી-પીણી, સુશોભનની ચીજવસ્તુઓનુ બજાર સામાન્ય હતુ. પરંતુ કપડા, ફટાકડા, ઈલેકટ્રોનિકસ અને અન્ય ચીજવસ્તુઓના બજારમાં સામાન્ય સ્થિતિ જોવા મળતા વેપારીઓ ધરાકી માટે ચિંતાતુર જોવા મળ્યા હતા. જોકે કાલોલ તાલુકામાં મોટાભાગના લોકો શ્રમજીવીઓ હોવાથી જીઆઈડીસીના પગારની તારીખોને આધિન એક તરફ વેપારી અને દિવાળીના તહેવારો દરીમયાન ગ્રાહકોની અવર જવર વધવાની અને વેપારમાં તેજી આવવાની આશા હતી. તેમ ધનતેરસ પર્વની સાથે ધીમે ધીમે ધરાકી નીકળતા રાહતનો અનુભવ થઈ રહ્યો છે.