ધોધંબા તાલુકાના પાધોરા ગામે રોડ ઉપરથી પસાર થતી બાઈક નં. જીજે.૧૭.ડીબી.૩૪૮૫ના ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો. સામેથી આવતી બાઈકને અકસ્માત સર્જતા ચાલક અને પાછળ બેઠેલ મહિલાને ઈજાઓ પહોંચાડતા મહિલાનું મોત નિપજાવા પામ્યું હતું.
ધોધંબા તાલુકાના પાધોરા ગામે રોડ પરથી પસાર થતી બાઈક નં. જીજે.૧૭.ડીબી.૩૪૮૫ના ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવ્યો હતો અને મોટરસાયકલ નં. જીજે.૧૭.ડીએ.૯૫૩૦ને સામેથી અકસ્માત સર્જાયો હતો અને ચાલક કલ્યાણભાઈ ઉર્ફે રાજુભાઈ કલીયાભાઈ રાઠવાને નાની-મોટી ઈજાઓ જયારે પાછળ બેડેલ પ્રિન્સીબેનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા દવા સારવાર માટે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.