છોટાઉદેપુર ભાજપ દ્વારા લોકતંત્ર બચાવવા અભિયાન ચલાવાશે

છોટાઉદેપુર જીલ્લા ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો ભીડતંત્ર હટાવો અભિયાન ચલાવાશે. જેમાં વિવિધ કાર્યક્રમો મંડલ કક્ષાએ યોજાનાર છે. જે અંતર્ગત બોડેલી એપીએમસી ખાતે બેઠકનુ આયોજન કરાયું હતુ.

જેમા ગુજરાત પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા, છોટાઉદેપુર જીલ્લા ભાજપા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, રાજ્યસભા સાંસદ ડો મુકેશભાઈ રાઠવા, મહામંત્રીઓ ધર્મેન્દ્રસિંહ પરમાર, રમણભાઈ બારીયા સહીત પદાધિકારીઓ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમા ભાજપા દ્રારા લોકતંત્ર બચાવો ભીડતંત્ર હટાવો અભિયાન હેઠળ મતદાર યાદીની વિશ્ર્વસનીયતા, પાત્ર નાગરિકોના મતદાન અધિકારો અને લોકશાહી સંસ્થાઓમાં વિશ્ર્વાસ જેવા મુદ્દાઓ પર જનતા સમક્ષ પક્ષનો અભિપ્રાય રજૂ કરવામા આવશે. અભિયાનના કેન્દ્રમાં મતદાર યાદી, મતાધિકાર અને ચૂંટણી સંસ્થાઓની વિશ્ર્વસનીયતા જેવા મુદ્દાઓને અભિયાન હેઠળ પદયાત્રાઓ, બુદ્ધિજીવી સંવાદ, પ્રેસ કોન્ફરન્સ, યુવા સંવાદ, સોશિયલ મીડિયા અને પ્રચાર સામગ્રી જેવા કાર્યક્રમો કરાશે.

જેના છોટાઉદેપુર જીલ્લામા અભિયાનમા થનાર વિવિધ કાર્યક્રમના સંયોજક, સહ સંયોજકોની નિયુક્તી કરી બેઠકમા જાહેરાત કરી હતી. આમ છોટાઉદેપુર જીલ્લામા આગામી ૨૨ ઓક્ટોબરથી ૫ નવેમ્બરના રોજ લોકતંત્ર બચાવ ભીડતંત્ર હટાવ અભિયાનમા વિવિધ કાર્યક્રમ યોજવામા આવશે.તે અંગેની પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.