ગોધરા-ડોડપા તળાવ જય માતાજી ટેનામેન્ટના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડા મળી રૂ.૨.૭૭ લાખની ચોરી કરી

ગોધરા શહેર ડોડપા તળાવ જય માતાજી ટેનામેન્ટમાં ફરિયાદીના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ધર માંથી સોના-ચાંદીના દાગીના રોકડા રૂ.૧૫,૦૦૦/-, મોટર સાયકલ મળી કુલ રૂ.૨,૭૭,૫૦૦/-ની મત્તાનો ચોરી કર્યાની ફરિયાદ બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.

ગોધરા શહેર ડોડપા તળાવ જય માતાજી ટેનામેન્ટમાં રહેતા સંકેત ભરતકુમાર રાણાના મકાનને અજાણ્યા ચોર ઈસમોએ નિશાન બનાવ્યું હતું અને ધરમાં રાખેલ દાગીનાની ચોરી કરી હતી. જેમાં ચાંદીના છડા રૂ.૮,૦૦૦/-, સોનાની ચેઈન-૧ રૂ.૧૨,૦૦૦/-, સોનાનું જુમ્મર રૂ.૯૫,૦૦૦/-, સોનાની કાનની સેર રૂ.૩૦,૦૦૦/-, સોનાની બુટ્ટી રૂ.૧૫,૦૦૦/-, સોનાની ચુડીયો રૂ.૧૫,૦૦૦/-, ચાંદીના સિકકા નંગ-૧૪ રૂ.૧૧,૦૦૦/-, ચાંદીના છડા બે જોડી રૂ.૧૦,૦૦૦/-, ચાંદીની બિસ્કીટ રૂ.૬,૦૦૦/-, ચાંદીના ગણપતિ મૂર્તિ રૂ.૧,૫૦૦/-, ચાંદીની લકકી રૂ.૩,૦૦૦/-, પર્સમાં રાખેલ રોકડા રૂ.૫,૦૦૦/- મળી કુલ રૂ.૨,૧૮,૫૦૦/- તેમજ પરસોત્તમ પૂજાલાલ રાણાના ધર માંથી ચાંદીની ચેન રૂ.૩,૦૦૦/-, ચાંદીનું બ્રેશલેટ રૂ.૬,૦૦૦/-, તિજોરી માંથી રોકડા રૂા.૧૫,૦૦૦/- મળી કુલ રૂ.૨૪,૦૦૦/- તથા ભાવેન્દ્રભાઈ ડાહ્યાભાઈ મકવાણાની મોટર સાયકલ નં.જીજે.૨૩.ડીવાય.૪૧૧૦ કિંમત રૂ.૩૫,૦૦૦/- મળી કુલ રૂા.૨,૭૭,૫૦૦/-ની મત્તાની ચોરી કર્યાની ફરિયાદ ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે નોંધાવા પામી છે.