ઘોઘંબાના દાંતોલ ગામે વીજ કરંટ લાગતા યુવકનુ મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દાંતોલ ગામના રોડ ફળિયામાં વીજ કરંટ લાગવાથી એક ૨૦ વર્ષિય યુવાનનુ મોત નીપજયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાંતોલ ગામે આવેલા રોડ ફળિયા ખાતે રહેતા હિતેશકુમાર નરવતસિંહ પરમાર સાંજના સમયે પોતાના ધરે હાજર હતા. તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા મોત નીપજયું હતુ. આ ધટના અંગે મૃતકના ભાઈ મયુરકુમાર નરવતસિંહ પરમારે રાજગઢ પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસે આ બાબતે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી હતી.