ડિજીટલ યુગમાં પણ પંચાંગ અને કેલેન્ડરનો દબદબો યથાવત!

મોબાઇલમાં તારીખ જોવાનો જમાનો આવ્યો, છતાં ગ્રામ્ય વિસ્તારોમાં મુરત, ચોઘડિયા અને વરસાદના નક્ષત્રો જાણવા લોકો આજે પણ પંચાંગ અને દટ્ટા પર જ રાખે છે વિશ્ર્વાસ.

આજના આધુનિક ડિજીટલ યુગમાં મોબાઇલ અને ઇન્ટરનેટના માધ્યમથી દરેક માહિતી ગણતરીની સેક્ધડોમાં મળી રહે છે, તેમ છતાં વર્ષોથી ચાલી આવતી પરંપરાનું મહત્વ આજે પણ ઓછું થયું નથી. ખાસ કરીને સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દિવાળીના તહેવારની આસપાસ નવા વર્ષના દટ્ટા, કેલેન્ડર, ડાયરી અને પંચાંગની ખરીદીનો ક્રેઝ આજે પણ યથાવત્ જોવા મળી રહ્યો છે.

સંતરામપુરના બજારમાં વેપારી ફિરોજભાઈ શેખ પાસે નવા વર્ષના વિવિધ પ્રકારનાં કેલેન્ડર, પંચાંગ, ડાયરી અને ધાર્મિક પુસ્તકોની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટે પંચાંગ અને દટ્ટા માત્ર તારીખ જોવાનું સાધન નથી, પરંતુ તેમની રોજિંદી જીવનશૈલી અને પરંપરાનો એક અભિન્ન ભાગ બની રહ્યા છે.

ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારોના લોકો આજે પણ ખેતીના કામકાજ માટે વરસાદનાં નક્ષત્રો, વાવણીના સમયગાળા, શુભ મુરત, તિથિ, વાર અને ચોઘડિયા જાણવા પંચાંગનો સહારો લે છે. ઘરોમાં દીવાલ પર લગાવવામાં આવતા કેલેન્ડર અને દટ્ટા દ્વારા આખા વર્ષનું આયોજન કરવામાં આવે છે.

વેપારી ફિરોજભાઈ શેખના જણાવ્યા મુજબ, એક સમય એવો હતો જ્યારે પાંચ ‚પિયામાં દટ્ટો અને એક ‚પિયામાં પુઠ્ઠાનું કેલેન્ડર મળતું હતું. સમય બદલાયો, મોંઘવારી વધી અને આજે દટ્ટા તથા કેલેન્ડરના ભાવમાં વધારો થઈને આશરે ૪૦ ‚પિયા સુધી પહોંચ્યા છે. તેમ છતાં તેની માંગ અને વેચાણમાં ખાસ ઘટાડો જોવા મળતો નથી.

મોબાઇલમાં દુનિયા સમાઈ ગઈ, પણ ગ્રામ્ય જીવનમાં પંચાંગનું સ્થાન આજે પણ અડગ છે. નવી પેઢી ડિજીટલ માધ્યમ તરફ વળી રહી છે, પરંતુ પરંપરા સાથે જોડાયેલા લોકો માટે દિવાળી એટલે નવા વર્ષનું કેલેન્ડર, પંચાંગ અને દટ્ટો ખરીદવાની પણ એક ખાસ પરંપરા છે. આ રીતે આધુનિકતા વચ્ચે પણ સંતરામપુરના બજારમાં વર્ષો જૂની પરંપરાનો વારસો આજે પણ જીવંત જોવા મળી રહ્યો છે.