દે.બારીઆ તાલુકાનુ પીપલોદ ગામ અમદાવાદ-ઇન્દોૈર નેશનલ હાઈવે ઉપર આવેલુ છે. રેલ્વે લાઈન પણ ગામમાંથી પસાર થતી હોઈ રેલ્વે સ્ટેશનની પણ સુવિધા છે. વર્ષ-૨૦૧૧ મુજબ ગામની કુલ વસ્તી ૧૦,૭૦૫ છે. જયારે પીપલોદ ગ્રામ પંચાયતનુ કુલ મતદાન ૬,૮૦૦ જેટલુ હોવાનુ જાણવા મળે છે. ગ્રામ પંચાયત દ્વારા પીપલોદ બજારમાં નળ થકી પીવાનુ પાણી પુ પાડવામાં આવે છે. તેમજ ત્રણ રસ્તાથી ગોધરા રોડ, બારીઆ રોડ સરકારી દવાખાના, દાહોદ રોડ સુધી સ્ટ્રીટ લાઈટનુ પણ સુવિધા છે. વર્ષો પહેલા પીપલોદમાં દે.બારીઆ પોલીસ મથકનુ આઉટ પોસ્ટ હતુ. છેલ્લા પાંચ વર્ષથી ૫ીપલોદને પોલીસ મથકનો દરજજો મળેલ છે. હાલ આ ૫ોલીસ મથકમાં ૧૮ ગામો સમાવિષ્ટ છે. વિકાસશીલ ગણાતુ પીપલોદ ગામ હજુ પણ અલ્પ વિકસીત હોવાની ચાડી ખાઈ રહ્યુ છે. બજાર વિસ્તારમાં મકાન બાંધકામ તેમજ છુટક મજુરી મળી રહે છે.