સંખેડાના બહાદરપુર ગામમાં ૧૭ વષીર્ય યુવકનો મૃતદેહ મળ્યો

સંખેડા તાલુકાના બહાદરપુર ગામમાં ૧૭ વર્ષના કિશોરનો મૃતદેહ મળી આવ્યો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શ‚ કરી છે.

મળતી માહિતી મુજબ, કિશોર ૬ નવેમ્બર ૨૦૨૬ની સાંજે ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પાછો ફર્યો નહોતો. ૭ નવેમ્બરની સવારે તે ગામના સ્મશાન વિસ્તારમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

સંખેડા પોલીસ સ્ટેશનના અધિકારીઓને જાણ થતાં તેઓ સ્થળે પહોંચ્યા હતા. યુવકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ શ‚ કરી છે. પરિવારજનોનાં નિવેદન લેવાની કામગીરી પણ ચાલુ છે.