શહેરા-લુણાવાડા હાઇવે પર આઈસર અને એસ.ટી.બસના અકસ્માતથી અફરાતફરી

શહેરા-લુણાવાડા હાઈવે પર વાંટવછોડા પાસે આઈસર ટેમ્પો અને સુરત-સંતરામપુરની એસ.ટી.બસ વચ્ચે અકસ્માત સર્જાતા આઈસર ટેમ્પો પલ્ટી ખાઈ ગયો હતો. બસમાં સવાર ૫૦થી વધુ મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.

શહેરા-લુણાવાડા હાઈવે પર વાંટવછોડા પાસે આઈસર ટેમ્પો અને સુરતથી સંતરામપુર તરફ જઈ રહેલી એસ.ટી.બસ વચ્ચે અકસ્માતની ધટના બની હતી. બંને વાહનો વચ્ચે થયેલી ટકકર એટલી જોરદાર હતી કે, આઈસર ટેમ્પો રસ્તા પર પલ્ટી ખાઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા. બસમાં સવાર ૫૦થી વધુ મુસાફરો હતા. અકસ્માતના પગલે બસમાં સવાર અમુક મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જયારે સદ્નસીબે બસમાં બેઠેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અને કોઈ મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતમાં આઈસર ટેમ્પોના ચાલકને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેના પગલે તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે અકસ્માતને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. અંદાજે એક કિ.મી.સુધી વાહનોનો લાંબી કતારો લાગી હતી. ધટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ધટના સ્થળે સ્થિતિને સંભાળીને અકસ્માતગ્રસ્ત વાહોને ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.