ઈન્દોૈર-દાહોદ નવી રેલ્વે લાઈન ટીહી-ધાર વચ્ચે નિરીક્ષણ યાને ૨૬ મિનીટમાં ૪૭ કિ.મી.અંતર કાપ્યુ

ઈન્દોેર-દાહોદ નવી રેલ્વે લાઈન પ્રોજેકટ હેઠળ ટીહી-ધાર વચ્ચે નિર્માણ પામેલી ૪૭ કિ.મી.લાંબી બ્રોેડગેજ રેલ્વે લાઈનનુ રેલ્વે સુરક્ષા કમિશનર(સીઆરએસ)દ્વારા નિરીક્ષણ અને ઝડપ પરીક્ષણ સફળતાપુર્વક પુર્ણ કરવામાં આવ્યુ છે.

૬ નવેમ્બરે વિશેષ નિરીક્ષણ યાન દ્વારા ૧૨૦કિ.મી.પ્રતિ કલાકથી વધુની ઝડપે ટ્રાયલ કરવામાં આવ્યુ હતુ. પશ્ર્ચિમ પરીમંડળના રેલ્વે સુરક્ષા કમિશનર ઈ.શ્રીનિવાસે ૫ અને ૬ નવેમ્બરે બે દિવસીય નિરીક્ષણ કર્યુ હતુ. ૫ નવેમ્બરે ટીહીથી ગુણાવદ અને ૬ નવેમ્બરે ગુણાવદથી ધાર સુધી ટ્રોલી મારફતે રેલ્વે લાઈનનુ નિરીક્ષણ કરાયુ હતુ. આ દરમિયાન ટ્રેક, પુલ, ઓવરહેડ વીજળીના સાધનો, સિગ્નલીંગ વ્યવસ્થા સહિતની સુરક્ષા સંબંધિત બાબતોની તપાસ કરવામાં આવી હતી. આશરે ૩ કિ.મી.લાંબી ટીહી ટનલનુ પણ નિરીક્ષણ કરાયુ હતુ. નિરીક્ષણ બાદ ૬ નવેમ્બરે વિશેષ નિરીક્ષણ યાન દ્વારા ઝડપ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. નિરીક્ષણ યાન ધારથી બપોરે ૩.૩૨ વાગ્યે રવાના થઈને ૩.૫૮ વાગ્યે ટીહી પહોંચ્યુ હતુ. આ દરમિયાન આશરે ૪૭ કિ.મી.નુ અંતર કાપવામાં આવ્યુ હતુ. ટીહી-ધાર રેલ્વે ખંડ ઈન્દોૈર, પીથમપુર અને ધાર વિસ્તારની રેલ્વે કનેક્ટિવિટી મજબુત બનાવશે. ઉલ્લેખનિય છે કે, સીઆરએસ નિરીક્ષણ પહેલા આ રેલ્વે ખંડના વીજળી કરણની કામગીરીનુ મુખ્ય વીજ ઈજનેર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. વીજળીકરણ માટે અધિકૃત પત્ર પણ જારી કરાયો છે. જેથી આ રેલ્વે ખંડ ઈલેકટ્રીક એન્જિનથી ટ્રેન ચલાવવા માટે પણ તૈયાર બન્યો છે. રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમારે જણાવ્યુ હતુ કે, સીઆરએસ નિરીક્ષણ અને ઝડપ પરીક્ષણ સફળતાપુર્વક પુર્ણ થયુ છે. હવે સીઆરએસની મંજુરી મળ્યા બાદ આ રેલ્વે ખંડ પર ટ્રેન વ્યવહાર શ‚ કરવાનો માર્ગ મોકળો થશે.