ભુજની મોહમ્મદી મસ્જિદના ડિમોલિશન પર ગુજરાત હાઈકોર્ટ લાલઘૂમ, કચ્છ કલેક્ટરને ૩૦મીએ રૂબરૂ હાજર રહેવા આદૃેશ

ભુજની મોહમ્મદી મસ્જિદના ડિમોલિશન મામલે ગુજરાત હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. મસ્જિદ તોડવાની કાર્યવાહી અસાધારણ ઝડપે પૂર્ણ કરવામાં આવી હોવા છતાં કચ્છના કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં આટલી ઉતાવળ પાછળનું કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું ન હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે. હાઇકોર્ટે કચ્છના કલેક્ટરને આગામી ૩૦ ઓક્ટોબરે વ્યક્તિગત રીતે હાજર રહીને સમગ્ર મામલે ખુલાસો કરવા આદૃેશ આપ્યો છે. સાથે જ સંબંધિત અધિકારી સામે કયા સુધારાત્મક, નિવારક અથવા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

મોહમ્મદી મસ્જિદના ટ્રસ્ટી સિદ્દીક સમાએ મસ્જિદના ડિમોલિશનને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરી છે. આ અરજીમાં ભુજ ગ્રામ્ય મામલતદાર દ્વારા ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ ૬૧ હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહી સામે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. અરજદારના જણાવ્યા અનુસાર, ૧૮ જૂનના રોજ મસ્જિદને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. મસ્જિદના સંચાલકોએ ૨૦ જૂનના રોજ પોતાનો જવાબ રજૂ કર્યો હતો. જોકે, અરજીમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે મામલતદારે ૧૯ જૂનના રોજ જ ડિમોલિશનનો આદૃેશ આપી દીધો હતો. અરજી મુજબ, ડિમોલિશનનો આદૃેશ આપવામાં આવ્યાના માત્ર બે દિવસમાં એટલે કે ૨૧ જૂનના રોજ મસ્જિદૃ તોડી પાડવામાં આવી હતી. અરજદારનો દાવો છે કે મસ્જિદના સંચાલકોને આદૃેશ સામે અપીલ કરવાની તક મળે તે પહેલાં જ તેનો અમલ કરી દૃેવામાં આવ્યો હતો. આથી, સમગ્ર કાર્યવાહી દરમિયાન કાયદાકીય પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન થયું હતું કે નહીં તે મુદ્દો વિવાદના કેન્દ્રમાં આવ્યો છે. અરજદારે ડિમોલિશન અંગે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકાઓના પાલન અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.

અરજદૃારના વકીલ એ. આર. કાદૃરીએ જણાવ્યું હતું કે, આ મામલે મસ્જિદને નોટિસ આપવામાં આવી ત્યારથી લઈને ડિમોલિશનના આદૃેશ અને તેના અમલ સુધીની સમગ્ર પ્રક્રિયાની કાયદૃેસરતા મહત્ત્વપૂર્ણ છે. અરજદારનો મુખ્ય વાંધો એ છે કે કાર્યવાહી અત્યંત ઝડપથી પૂર્ણ કરવામાં આવી અને આદૃેશ સામે અપીલ કરવાની તક મળે તે પહેલાં જ મસ્જિદ તોડી પાડવામાં આવી. આ સંજોગોમાં કાયદાકીય પ્રક્રિયા અને ન્યાયના સિદ્ધાંતોનું પાલન થયું હતું કે નહીં તેની તપાસ જ‚રી છે.આ મામલે ગુજરાત હાઈકોર્ટે અગાઉ ૧૩ ઓક્ટોબરના રોજ કચ્છના કલેક્ટર પાસેથી ખુલાસો માગ્યો હતો. ખાસ કરીને મામલતદૃાર દ્વારા શ‚ કરવામાં આવેલી કાર્યવાહી આટલી ઝડપથી પૂર્ણ કરીને ડિમોલિશનના આદૃેશનો અમલ કરવામાં આવ્યો તે અંગે સ્પષ્ટતા આપવા જણાવાયું હતું. જોકે, કલેક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંદૃનામાની સમીક્ષા કર્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું કે તેમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલી અસામાન્ય ઝડપ અંગે સંતોષકારક ખુલાસો કરવામાં આવ્યો નથી.હાઈકોર્ટે નોંધ્યું હતું કે, ગુજરાત જમીન મહેસૂલ સંહિતાની કલમ ૬૧ હેઠળની કાર્યવાહી પૂર્ણ કરવામાં અને માત્ર બે દિવસમાં ડિમોલિશનના આદૃેશનો અમલ કરવામાં આવેલી અસાધારણ ઝડપ અંગે સોગંદનામામાં કોઈ સ્પષ્ટ ખુલાસો આપવામાં આવ્યો નથી. અદાલતે સંબંધિત અધિકારીની કામગીરી અંગે ગંભીર નોંધ લઈને તેની સામે કયા પગલાં લેવાનું વિચારવામાં આવી રહૃાું છે તેની વિગતો પણ માગી છે. હાઈકોર્ટે હવે કચ્છના કલેક્ટરને ૩૦ ઓક્ટોબરના રોજ વ્યક્તિગત રીતે હાજર રહીને એ સમજાવવા આદૃેશ આપ્યો છે કે સંબંધિત અધિકારીની કામગીરીને ધ્યાનમાં રાખીને કયા સુધારાત્મક, નિવારક અથવા શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ આદૃેશને પગલે મસ્જિદના ડિમોલિશન માટે અપનાવવામાં આવેલી પ્રક્રિયા અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સીધી રીતે ન્યાયિક તપાસ હેઠળ આવી છે. સમગ્ર મુદ્દે વધુ સુનાવણી આગામી ૩૦ ઓક્ટોબરના રોજ નિયત કરવામાં આવી છે.