રાખી સાવંતને મોટી રાહત મળી ૨૦૧૦ માં એક યુવકની આત્મહત્યા સંબંધિત કેસમાં કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું

ઉત્તર પ્રદેશના ઝાંસીની એક કોર્ટે અભિનેત્રી રાખી સાવંત સામે જારી કરાયેલ બિનજામીનપાત્ર વોરંટ રદૃ કર્યું. આ કેસ ૨૦૧૦ માં એક યુવકને આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપો સાથે સંબંધિત છે. બચાવ પક્ષે અલ્હાબાદ હાઇકોર્ટના સ્ટે ઓર્ડરની નકલ રજૂ કર્યા બાદ કોર્ટે આ નિર્ણય લીધો.

રાખી સાવંતના વકીલ આશુ િંસહના જણાવ્યા અનુસાર, સિવિલ જજ (જુનિયર ડિવિઝન) કોર્ટે ૧૬ ઓક્ટોબરના રોજ અભિનેત્રી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ બચાવ પક્ષે અલ્હાબાદ હાઈકોર્ટના આદૃેશને ટાંકીને વોરંટ રદ કરવા માટે અરજી દૃાખલ કરી હતી જેમાં કેસમાં આગળની કાર્યવાહી પર રોક લગાવવામાં આવી હતી. વકીલના જણાવ્યા અનુસાર, સિવિલ જજ (જુનિયર ડિવિઝન), ફાસ્ટ ટ્રેક કોર્ટ, હાઈકોર્ટના આદૃેશના આધારે બિનજામીનપાત્ર વોરંટ રદ કર્યું હતું.

આ કેસ ઝાંસીના હંસારી વિસ્તારના રહેવાસી લક્ષ્મણ અહિરવારના મૃત્યુ સાથે સંબંધિત છે. લક્ષ્મણની માતાએ પ્રેમ નગર પોલીસ સ્ટેશનમાં રાખી સાવંત વિરુદ્ધ ફરિયાદૃ નોંધાવી હતી. ફરિયાદમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે રાખી સાવંતે એક ટેલિવિઝન શો દૃરમિયાન કરેલી કથિત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીથી દૃુ:ખી થઈને લક્ષ્મણે આત્મહત્યા કરી હતી. ફરિયાદ મુજબ, ૨૪ વર્ષીય લક્ષ્મણ અહિરવારે ૧૦ નવેમ્બર, ૨૦૧૦ ના રોજ આત્મહત્યા કરી હતી.

એડવોકેટ આશુ િંસહના જણાવ્યા મુજબ, અલ્હાબાદૃ હાઇકોર્ટે ૭ ડિસેમ્બર, ૨૦૧૧ ના રોજ આગળના આદૃેશો સુધી આ કેસમાં આગળની કાર્યવાહી પર રોક લગાવી હતી. બચાવ પક્ષે આ આદૃેશનો ઉલ્લેખ કરીને બિન-જામીનપાત્ર વોરંટ રદ કરવાની માંગ કરી હતી, જેને ઝાંસી કોર્ટે સ્વીકારી લીધી હતી.

આ દરમિયાન, રાખી સાવંતે ઉત્તરાખંડના ટિહરીમાં કુંજપુરી મેળાની સાંસ્કૃતિક સાંજે ગાયક દલેર મહેંદૃીના પ્રદૃર્શન દૃરમિયાન ઉભા થયેલા વિવાદ પર પણ પ્રતિક્રિયા આપી છે. કેબિનેટ મંત્રી સુબોધ ઉનિયાલે દલેર મહેંદૃી પર તેમના પ્રદર્શન દરમિયાન દૃા‚ પીવાનો આરોપ લગાવીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. મીકા િંસહે અગાઉ આ મામલે દલેર મહેંદૃીને ટેકો આપ્યો હતો, અને હવે રાખી સાવંત પણ તેમના બચાવમાં આવ્યા છે. રાખીએ એક વીડિયો જાહેર કરીને જણાવ્યું હતું કે તે વર્ષોથી દલેર મહેંદૃીને ઓળખે છે અને તેમની સાથે કામ કરે છે. તેમનો પરિવાર જેવો સંબંધ છે અને તેમણે ક્યારેય દૃલેર મહેંદૃીને દૃા‚ પીતા જોયા નથી. રાખીએ કહૃાું કે ઉંમર વધવાની સાથે વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડી શકે છે, પરંતુ આવી સ્થિતિમાં કલાકારનું અપમાન કરવું ખોટું છે. તેણીએ એમ પણ કહૃાું કે જો કોઈ કલાકારને કોઈ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવે છે, તો આયોજકોએ તેમની સાથે આદરપૂર્વક વર્તવું જોઈએ.