છોટાઉદેપુર જિલ્લાના કદવાલ બાર ગામ નજીક આવેલા સુખી ડેમમાં એક યુવક અને યુવતી ડુબી ગયા હોવાની પ્રાથમિક વિગતો સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ધટનાની જાણ થતાં જ ફાયર વિભાગની રેસ્કયુ ટીમ બોટ અને જરૂરી સાધન-સામગ્રી સાથે ધટના સ્થળે પહોંચી ગઈ હતી. ડેમના ઉંડા પાણીમાં બંનેની ભાળ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ડેમ પરીસરમાં બાઈક પણ જોવા મળી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. હાલ બંનેના ડુબવા પાછળનુ કારણ જાણવા મળ્યુ નથી. પ્રાથમિક તપાસમાં બંને સગીર હોવાનુ જાણવા મળ્યુ છે. જોકે બંનેએ કયા કારણોસર ડેમમાં ઝંપલાવ્યુ તે અંગે હાલ તપાસ ચાલી રહી છે.