દે.બારીઆના તોયણી ગામે ડામોર ફળિયા વર્ગ પ્રા.શાળાના બાંધકામમાં પાણીની સમસ્યાથી વિલંબ

દે.બારીઆ તાલુકાના તોયણી ગામની ડામોર ફળિયા વર્ગ શાળાના નવીન મકાન બાંધકામમાં પાણીની સમસ્યાના કારણે પાણી વગર ગોકળગતિએ કામગીરી થતી હોવાનુ જોવા મળી રહ્યુ છે.

દે.બારીઆ તાલુકાના તોયણી ગામની ડામોર ફળિયા વર્ગ પ્રા.શાળાનુ મકાન કોરીડોર હાઈવેમાં જમીન સંપાદન થતાં આખુ મકાન જે તે સમયે જમીનદોસ્ત કરાયુ હતુ. આ વખતે મેદાનમાં બાળકોને પીવાના પાણીની સુવિધા માટે હેન્ડપંપ મુકવામાં આવેલ હતો. જે હેન્ડપંપનો નિકાલ કરવામાં આવછેલ અને હેન્ડપંપની વળતરના નાણાં દે.બારીઆ પ્રાંત અધિકારીએ તા.૧૦/૧૦/૨૫ ના રોજ તાલુકા વિકાસ અધિકારી દે.બારીઆના ખાતામાં જમાં કરવામાં આવેલ હોય પરંતુ આજદિન સુધી તાલુકા પંચાયત દે.બારીઆ દ્વારા કોઈ હેન્ડપંપ ડામોર ફળિયા વર્ગ પ્રા.શાળા ખાતે કરવામાં આવેલ નથી. ગત તા.૧૭/૭/૨૬ ના રોજ સાંસદ જશવંત ભાભોર તેમજ દે.બારીઆના ધારાસભ્ય બચુભાઈ ખાબડ તેમજ વહીવટી અધિકારીની હાજરીમાં ભુમિપુજન કરાયુ હતુ. પરંતુ ચોમાસામાં કામગીરી બંધ રાખવામાં આવી હતી. દશેરા પછી તાત્કાલિક કામગીરી શ‚ કરાતા હાલમાં પાણીની સુવિધા નહિ હોવાથી પાણી વગર મોટી સાસ્યા સર્જાઈ હોવાનુ ગ્રામજનો જણાવી રહ્યા છે.