છોટાઉદેપુરમાં છેલ્લા દોઢ મહિનાથી કુસુમ વિલાસ પેલેસ અને તેની આસપાસના વિસ્તારોમાં આતંક મચાવનાર દિપડો આખરે વન વિભાગના પાંજરે પુરાયો છે. દિપડો પકડાતા જ સમગ્ર વિસ્તારમાં વ્યાપેલો ફફડાટ અને ભયનો માહોલ દુર થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુરના કુસુલ વિલાસ પેલેસ તથા આસપાસના રહેણાંક વિસ્તારોમાં છેલ્લા દોઢ મહિનાથી એક દિપડો સતત ફરતો જોવા મળતો હતો. દિપડાની અવરજવરના કારણે પેલેસના કર્મચારીઓ અને સ્થાનિક નગરજનોમાં ભય વ્યાપેલો હતો. વન વિભાગ દ્વારા દિપડાને પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. જેથી વન વિભાગની ટીમ, છોટાઉદેપુર રાજવી પરિવારના યુવરાજ સુમેરસિંહ ચોૈહાણ તેમજ પેલેસના કર્મચારીઓના સંયુકત સહયોગથી દિપડાને સફળતાપુર્વક પાંજરે પુરવામાં આવ્યો હતો.