પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર કરવામાં આવેલા સરકારી જાહેરનામાનો અનાદર કરવા બદલ કાલોલ તાલુકાના નાંદરખા ચોકડી નજીક આવેલી એક હોટલના સંચાલક સામે વેજલપુર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, તા. ૨૨ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ ગોધરા એસ.ઓ.જી. શાખાના અનામદાસ પો.કો. રાજેશકુમાર વિજયસિંહ તથા પોલીસ સ્ટાફ વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હોટલો અને ઢાબાઓમાં સુરક્ષાના ભાગપે સીસીટીવી કેમેરા લગાવેલા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી રહી હતી.
તપાસ દરમિયાન, વેજલપુરથી ગોધરા રોડ પર નાંદરખા ચોકડી પાસે, ભારત પેટ્રોલ પંપની બાજુમાં આવેલ ‘હરીયાણા મેવાત હોટલ નેશનલ’ ની પંચોની હાજરીમાં આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તપાસ દરમિયાન હોટલના કાઉન્ટર પર હાજર હોટલના માલિક અને સંચાલક મોહંમદ ગુફરાન અલી સૈયદ (ઉં.વ. ૨૬, રહે. સહારા સોસાયટી, મોડાસા, જી. અરવલ્લી) મળી આવ્યા હતા.પોલીસ ટીમ દ્વારા હોટલ પરિસરમાં સીસીટીવી કેમેરા અંગે ચેકિંગ કરતા ત્યાં એક પણ સીસીટીવી કેમેરો લગાવેલો મળી આવ્યો ન હતો. જેથી હોટલ સંચાલકે પંચમહાલ જીલ્લા મેજીસ્ટ્રેટ ગોધરાના જ
જાહેરનામાનો નો સ્પષ્ટ ભંગ કર્યો હોવાનું માલૂમ પડ્યું હતું.
આ અંગે એસ.ઓ.જી. શાખાની ફરિયાદના આધારે મોહંમદ ગુફરાન અલી સૈયદ વિદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ઇગજ) ની કલમ ૨૨૩ મુજબ ગુનો નોંધી વધુ તપાસ શ કરી છે.