બોડેલી APMC ખાતે ‘લોકતંત્ર બચાવો, ભીડ હટાવો’ અભિયાન અંતર્ગત એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અભિયાનના ઉદ્દેશો, લોકશાહી મૂલ્યોનું જતન અને જનજાગૃતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી.
કાર્યકરોને લોકશાહીની મજબૂતી માટે નાગરિકોની સક્રિય ભાગીદારી અને જાગૃતિના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. અભિયાનને વધુ અસરકારક બનાવવા અને લોકોમાં લોકશાહી અંગે જાગૃતિ લાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ.
આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, છોટાઉદેપુર જીલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા અને છોટાઉદેપુર લોકસભાના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા હતા. તેમની સાથે ભારતીય જનતા પાર્ટીના અન્ય આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત હતા.