બોડેલીના જબુગામ આઈટીઆઈ રોજગાર ભરતી મેળામાં ૪૧ યુવાનોને નોકરી મળી

બોડેલીના જબુગામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો. જીલ્લા રોજગાર કચેરી, છોટાઉદેપુરના આયોજન હેઠળ આ શિબિર યોજાઈ હતી. કુલ ૧૩૮ ઉમેદવારોએ ભાગ લીધો હતો, જેમાંથી ૪૧ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી.

આ મેળામાં એ.પી. ઇન્ડસ્ટ્રિયલ સર્વિસિસ, વાઘોડિયા; વિકાંત ઓટો સસ્પેન્શન પ્રા. લિ., હાલોલ અને ઇન્ડુકેમ્સ પ્રા. લિ., હાલોલ જેવી કંપનીઓ આવી હતી. કંપનીઓએ હેલ્પર, ઓપરેટર અને ટ્રેઇની ઓપરેટર જેવા પદો માટે ઉમેદવારોની પસંદગી કરી.

સરકારી આઈ.ટી.આઈ., જબુગામના આચાર્ય વાય. એચ. ખાંટના માર્ગદર્શન હેઠળ આ ભરતી મેળાનું આયોજન થયું. જીલ્લા રોજગાર કચેરીના અનિલભાઈ અને આઈ.ટી.આઈ.ના ફોરમેન ઇન્સ્ટ્રક્ટર કે. જે. રાઠવાએ સંચાલન અને સંકલન કર્યું.

બરોડા મોલ્ડ્સ એન્ડ ડાઇઝ, વાઘોડિયાના ચેરમેન અરવિંદભાઈ પટેલે ઉમેદવારોને શુભેચ્છા આપી. તેમણે યુવાનોને રોજગારલક્ષી કૌશલ્યો પ્રાપ્ત કરી ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા.