બોડેલી નગરપાલિકા દ્વારા નગરમાં ખાણીપીણીની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કરાયું હતું. જેમાં ચોકડી પાસે આવેલી એક નાસ્તા સેન્ટરને સ્વચ્છતા ન રાખવા બદલ રૂ.૬૦૦નો દંડ ફટકાર્યો હતો. ચકાસણી દરમિયાન બિન આરોગ્યપ્રદ ખોરાકનો ઉપયોગ અને સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો.
દશેરા સમયે પણ ફાફડા જલેબીને લઈને ચેકિંગ કરાયું હતું. મુખ્ય બજારમાં આવેલી એક જાણીતી હોટેલમાં ફાફડાના નમૂના લેવાયા હતા. ચેકિંગ દરમિયાન બિન આરોગ્યપ્રદ ખોરાકનો સ્થળ પર જ નાશ કરાયો હતો.
બોડેલી નગરપાલિકા દ્વારા શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આ આકસ્મિક ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ગુવારે અલીપુરા ચોકડી પાસે આવેલા નાસ્તા સેન્ટરમાં નગરપાલિકાની ટીમે આકસ્મિક તપાસ કરી હતી.
ચકાસણી દરમિયાન નાસ્તા હાઉસમાં બિન આરોગ્યપ્રદ ખોરાકનો ઉપયોગ કરાતો હોવાનું જણાયું હતું. તેમજ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો. જેને પગલે નગરપાલિકાએ સ્થળ પર કાર્યવાહી કરી રૂ.૬૦૦નો દંડ ફટકાર્યો હતો.
સાથે જ બિન આરોગ્યપ્રદ ખોરાકનો નાશ કરાયો હતો. નગરપાલિકા દ્વારા આવી ચકાસણી આગામી દિવસોમાં પણ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.