કાલોલમાં પાવાગઢ દર્શનાર્થે જતા પદયાત્રીનું અકસ્માતમાં મોત

પંચમહાલ જીલ્લાના કાલોલ નજીક જલારામ મંદિર પાસે આજે સવારે એક અકસ્માત થયો હતો. પાવાગઢ દર્શનાર્થે જઈ રહેલા એક પદયાત્રીનું બાઇકની ટક્કરથી મોત થયું છે.

ખેડા જીલ્લાના અંગાડી ગામના ૫૨ વર્ષીય કાંતિભાઈ સલાટ પરિવારના અન્ય સભ્યો સાથે કાલોલ થઈને પાવાગઢ તરફ પદયાત્રા કરી રહ્યા હતા. તે સમયે પાછળથી ઝડપથી આવી રહેલા અજાણ્યા બાઇક ચાલકે તેમને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં કાંતિભાઈ સલાટને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું. કાલોલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ મોકલ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી અકસ્માત કરી ભાગી ગયેલા બાઇક ચાલકની શોધખોળ માટે વધુ તપાસ શ‚ કરી છે.