ગોધરામાં લોકતંત્ર બચાવો અભિયાનની પદયાત્રા માટે બેઠક

ગોધરા જીલ્લા ભાજપ કાર્યાલય ‘ કમલમ’ ખાતે ’લોકતંત્ર બચાવો, ભીડતંત્ર હટાવો અભિયાન-૨૦૨૬’ અંતર્ગત પદયાત્રાના આયોજન માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પંચમહાલ જીલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયદ્રથસિંહ પરમાર, જીલ્લા પ્રભારી હર્ષદ વસાવા, લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવ અને રાજ્યસભા સાંસદ ડો. જશવંતસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

તેમજ પંચમહાલ જીલ્લા પંચાયત પ્રમુખ નીરજ પટેલ, અભિયાનના મધ્ય ઝોનના ઇન્ચાર્જ સુધીર લાલપુરવાલા અને મોરવા-હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથાર પણ હાજર હતા. બેઠકમાં આગામી પદયાત્રાના આયોજન અને વિવિધ વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓએ પદયાત્રાને સફળ બનાવવા માટે જરૂરી ચર્ચા-વિચારણા કરી હતી.