સંજેલીમાં ગેરકાયદે ચાલતા કતલખાના ઉપર પોલીસની રેડ ૨૩ કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત

સંજેલી સ્માર્ટ પોલીસના સહિત ગૌરક્ષકોનો કાફલો સાથે આરોપીની દુકાન સહિત ઘર પર દરડો પાડ્યો.

આરોપી પોલીસને ચકમો આપી ધાબા પરથી અન્ય ધાબા કુદકો મારી રફુ ચક્કર પોલીસ દેખતી રહી ગઈ.

જો કતલખાનાઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં સંજેલીમાં રેલી કાઢવાની પણ ચીમકી ઉચ્ચારી.

સંજેલીમાં ગેરકાયદે કતલખાનાઓ ધમધમી રહ્યા છે અનેક વખત સંજેલી પોલીસને લેખિત રજુવાત કરવા છતાં પણ આ માથાભારે ખાટકીઓ પોતાની મનમાની ચલાવી અને ગુપ્ત રીતે ધંધો ચલાવી રહ્યા છે. આ ગેરકાયદે કતલખાનાઓ ચલાવનારા ઉપર કોનો દયા?

સંજેલીમાં ખાટકીઓ ગૌવંશવશોનો કતલ કરીને ગેરકાયદે વેચાણ કરતા હોવાની ગુપ્ત માહિતી ના આધારે ગૌરક્ષકો અને સંજેલી પોલીસને સાથે રાખી રેડ કરતા અંદાજે ૨૩ કિલો જેટલો શંકાસ્પદ ગૌવંશનો માસનો જથ્થો ઝડપી પાડ્યો આ રેડ દરમિયાન બે જેટલા આરોપીઓ ધાબાની છત પરથી અન્ય ધાબાઓનો સહારો લઈ રફુચક્કર થઈ ગયા આ બાબત નો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસ ગૌરક્ષકો દેખતા રહી ગયાને આરોપીઓ ગાયબ થઈ ગયા.

સંજેલી નગરમાં ખાટકી ફળિયામાં રહેતો ઈમ્તિયા ડબ્બા નામનો યુવકને ત્યાં દુકાન સહિત ઘરમાં ગુપ્ત રીતે ગોવંશનું કતલ હોવાની બાદમીને આધારે રેડ કરતા આરોપી ઘટના પરથી ફરાર થઈ ગયો સંજેલી સ્માર્ટ પોલીસે પંચોની હાજરીમાં ઘરની તલાશ લેતા ૨૩ કિલો જેટલો શંકાસ્પદ ગૌવંશનો જથ્થો જપ્ત કર્યો પોલીસે આ શંકાસ્પદ જથ્થો કબજે કરી એફ.એસ.એલ. માટે મોકલી આપ્યો અન્ય જથ્થો સંજેલીના ત્રણ કિમી દૂર માંસનો જથ્થો નાશ કરવામાં આવ્યો. ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ અને પશુકૃરતા નિવારણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી પોલીસે ફરાર આરોપીને શોધખોળ કરવા તપાસનો ધમધમાટ શ‚ કર્યો હવે ક્યારે આ બંને આરોપી પકડાશે તેના પર સંજેલી તાલુકાની નજર મડરાઈ રહી છે અને બીજી બાજુ ડિમ્પલ દેસાઈ દ્વારા ખુલ્લી ચેલેન્જ આપવામાં આવી છે. આ ગેરકાયદે ચાલતા કતલખાનાઓ સધન બંધ થવા જોઈએ અને પોલીસ પણ કાયદેસરના કડક પગલાં લઈ ગુનો નોધિ કાર્યવાહી કરે જો પોલીસ કાર્યવાહી ન કરે તો અમારે કાયદો હાથમાં લેવો પડશે, તેવી ખુલ્લી ચેલેન્જ સાથે ચીમકી ઉચ્ચારી છે. હવે જોવાનું રહયું કે, સંજેલી સ્માર્ટ પોલીસ કેવા પ્રકારના પગલાં લેશે.