
દાહોદ જીલ્લામાં પડેલા ઓછા વરસાદ અને વરસાદને આધારે ખેતી કરતા ખેડૂતોને આ વર્ષે નુકસાન વેઠ્યું પડયુ છે. જેથી દાહોદ જીલ્લાને ઉષ્કાળ કરવાની માંગ સાથે દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
દાહોદ જીલ્લામાં ચાલુ વર્ષે કુદરત પણ ખેડૂતો પર ઠ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ચોમાસાની ઋતુ દરમિયાન જીલ્લામાં નહિવત અને અનિયમિત વરસાદ પડવાના કારણે ખેતી પાકો સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે. સિંચાઈની પૂરતી સુવિધા વગર માત્ર વરસાદી પાણી પર જ નિર્ભર રહેતા ગરીબ અને સામાન્ય ખેડૂતોને આ વર્ષે ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોનો બિયારણ, ખાતર અને મજૂરી પાછળ થયેલો તમામ ખર્ચ માટીમાં મળી ગયો છે, જેના કારણે ખેડૂતો માથે દેવાનો મોટો બોજ આવી પડ્યો છે. જીલ્લાની આ કટોકટીભરી અને કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દાહોદ જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આવેદનપત્ર પાઠવીને દાહોદ જીલ્લાને સત્તાવાર રીતે અછતગ્રસ્ત એટલે કે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થઈને દાહોદ જીલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે, ખેડૂતોનું તમામ પ્રકારનું પાક ધિરાણ લોન માફ કરવામાં આવે, પાક નુકસાનીનું ત્વરિત અને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેમજ ખેડૂતો અને પશુપાલકો માટે પીવાના પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે. જો સરકાર દ્વારા વહેલી તકે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે.