
ભારત-તિબેટીયન બોર્ડર પોલીસના ડિરેક્ટર જનરલ શત્રુજીત કપૂરના જણાવ્યા અનુસાર, અરુણાચલ પ્રદેશમાં સરહદ પર અનેક સ્થળોએ ચીની સૈનિકો સાથે સામસામે થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં એવી પરિસ્થિતિ વિકસી છે જ્યાં અરુણાચલ પ્રદેશમાં અનેક સ્થળોએ સામસામે આવી છે અને હજુ પણ ચાલુ છે. આ વર્ષે જુલાઈ પછી ઉત્તરપૂર્વીય સરહદ પર વધતા તણાવની આ પહેલી સત્તાવાર પુષ્ટિ છે. દરમિયાન, કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
આઇટીબીપી કર્મચારીઓ માટેના વાર્ષિક પુરસ્કાર સમારોહ, “હિમવીર સન્માન સમારોહ” માં બોલતા,આઇટીબીપી ડીજી શત્રુજીત કપૂરે જણાવ્યું હતું કે આઇટીબીપી કમાન્ડો અરુણાચલ સરહદ પર ચાલી રહેલા સંઘર્ષમાં સક્રિય છે. તેમણે કહ્યું, “અમારા તાજેતરમાં રચાયેલા શૌર્ય કમાન્ડોએ આમાં ઉત્તમ ભૂમિકા ભજવી છે.આઇટીબીપીને માઉન્ટેન ગેરિલા ફોર્સ તરીકે બનાવવામાં આવી હતી અને ૨૦૦૪ માં ચીન સાથેની સરહદની રક્ષા કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.” તેમણે વધુમાં કહ્યું, “આપણે અમારું મુખ્ય કાર્ય છોડી દેવાની જરૂર નથી. સેનાથી અલગ એક ખાસ હાઇ એલ્ટટ્યુડ માઉન્ટેન ફાઇટીંગ ફોર્સ બનાવવામાં આવી રહી છે. ટૂંક સમયમાં, અમારી પાસે શૌર્ય કમાન્ડોની સંપૂર્ણ બટાલિયન હશે. ઊંચાઈવાળા વિસ્તારોમાં તૈનાતી એ અમારી તાકાત છે.” કપૂરે રાજસ્થાનના અલવરમાં સેન્ટ્રલ ટ્રેનિંગ કોલેજ ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આ વાત કહી.
ધ હિન્દુએ સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે જુલાઈના અંતથી અરુણાચલ પ્રદેશના તસ્કીંગ નજીક આસાફિલામાં ભારત અને ચીન વચ્ચે ગતિરોધ ચાલી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની પીપલ્સ લિબરેશન આર્મીએ ભારતની સમજ મુજબ, વાસ્તવિક નિયંત્રણ રેખાની અંદર ૬ થી ૭ કિલોમીટર અંદર, ઉચ્ચ સુબનસિરી જિલ્લાના ટાસ્કિંગ સર્કલમાં માજા કંપની ઓપરેટિંગ બેઝ નજીક ઊંચાઈવાળા પ્રદેશમાં પોતાના તંબુ ગોઠવ્યા છે. ભારતે સરહદ પર પોતાની તંબુ પણ વધારી દીધા છે. જુલાઈમાં કોઈક સમયે, નિયમિત પેટ્રોલિંગ દરમિયાન, માજા નજીક ભારતીય અને ચીની સૈનિકો સામસામે આવી ગયા. થોડી ઝપાઝપી પછી, બંને પક્ષો પાછા હટી ગયા, પરંતુ થોડા દિવસો પછી, ચીની પીએલએ મોટી સંખ્યામાં પાછા ફર્યા અને ભારતની સમજ મુજબ ન્છઝ્ર ની અંદર ૬ થી ૭ કિલોમીટર અંદર પોતાના તંબુ ગોઠવી દીધા.
જૈરામ રમેશે કહ્યું, “પીએમે મૌન જાળવી રાખ્યું.” કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કહ્યુંઃ “જ્યારે ચીન સમક્ષ શરણાગતિ સ્વીકારનાર વડા પ્રધાન છૂટછાટો આપવાનું ચાલુ રાખે છે, ત્યારે આઇટીબીપીઁના ડિરેક્ટર જનરલે અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદમાં ચીની પીએલએ સાથેની તાજેતરની અથડામણમાં આઇટીબીપીના પ્રદર્શનની યોગ્ય રીતે પ્રશંસા કરી છે. જાકે, વડા પ્રધાન અને તેમનું સમગ્ર તંત્ર આ ગંભીર મુદ્દા પર મૌન છે.”સેના અને આઇટીબીપી દળો ચીન સરહદ પર તૈનાત છે, અને લાંબા અંતરની પેટ્રોલિંગ નિયમિતપણે આગળના વિસ્તારોમાં કરવામાં આવે છે. હવામાન પરિસ્થિતિઓના આધારે, જૂન અને ઓક્ટોબર વચ્ચે અરુણાચલ પ્રદેશમાં આવા પેટ્રોલિંગ કરવામાં આવે છે.
અહેવાલ મુજબ, ૧૧ થી ૧૩ સપ્ટેમ્બર દરમિયાન ભારત દ્વારા આયોજિત ૧૮મા બ્રિકસ સમિટમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હાજરી આપી હોવા છતાં અને જુલાઈથી બંને દેશોએ સરહદ પર ત્રણ ઉચ્ચ-સ્તરીય વાટાઘાટો કરી હોવા છતાં પરિસ્થિતિ એવી જ છે. ભારત-ચીન સરહદી બાબતો પર ૩૬મી ડબ્લ્યુએમસીસી (ભારત-ચીન સરહદી બાબતો પર કન્સલ્ટેશન અને સંકલન માટે કાર્યકારી પદ્ધતિ) બેઠક ૬ ઓગસ્ટના રોજ યોજાઈ હતી. આ પછી ૨૬ ઓગસ્ટના રોજ બેઇજિંગમાં સરહદ વિવાદ પર ખાસ પ્રતિનિધિઓ વચ્ચે ૨૫મા રાઉન્ડની વાટાઘાટો થઈ, જેમાં ભારતનું પ્રતિનિધિત્વ રાષ્ટÙીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કર્યું.