ગોધરા તાલુકાના ધામણી ગામે પેપર મીલ સામે પાર્કીંગ લાઈટ વગર ઉભેલ ટ્રક પાછળ અથડાતા ૫૦ વર્ષીય બાઈક ચાલકનું મોત

ગોધરા તાલુકાના ધામણી ગામ પાસે પેપર મીલની સામે જય ભોલે હોટલની સામે રોડ પર ટ્રક ચાલકે પાર્કીંગ લાઈટ ચાલુ કર્યા વગર ટ્રક ઉભી રાખેલ હોય બાઈક નંબર જીજે.૧૭.સીએલ.૦૧૨૦ના ચાલક ટ્રકની પાછળના ભાગે અથડાતા ગંભીર ઈજાઓ પહોંચાડતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

ગોધરા તાલુકાના ધામણી ગામ પાસે નાળુ ઉતરતા પેપર મીલની સામે જય ભોલે હોટલની સામે રોડ ઉપર અજાણ્યા ટ્રક ચાલકે પોતાની ટ્રક રોડ પર પાર્કીંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભી રાખેલ હોય તે સમયે રોડ ઉપરથી પસાર થતાં બાઈક નંબર જીજે.૧૭.સીએલ.૦૧૨૦ના ચાલક રાવજીભાઈ સોમાભાઈ બારીયા ઉ.વ.૫૦ (રહે. નદીસર, પતરાના મુવાડા, તા.ગોધરા) ટ્રકની પાછળ ધડાકાભેર અથડાતા માથાના ભાગે તેમજ છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ધટના સ્થળે મોત નિપજાવા પામ્યું હતું. અજાણ્યો ટ્રક ચાલક વાહન લઈ નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવા પામી છે.