સંતરામપુર ખાતે ‘તહફ્ફુઝ-એ-ઈમાન કાનફરન્સ’ સંપન્ન : સૈયદ મોહમ્મદ નૂરાની મિયાંનું પ્રેરણાદાયી પ્રવચન

મહીસાગર જીલ્લાના સંતરામપુર ખાતે તાજેતરમાં ધાર્મિક પરિષદ ‘તહફ્ફુઝ-એ-ઈમાન કાનફરન્સ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક સંમેલનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શ‚આત પવિત્ર કુરાનની આયાતોની તિલાવત અને હઝરત મુહમ્મદ મુસ્તફા (સલ.)ની શાનમાં દ‚દ-ઓ-સલામ સાથે કરવામાં આવી હતી. કાનફરન્સના મુખ્ય વક્તા અલ્લામા સૈયદ મોહમ્મદ નૂરાની મિયાંએ પોતાના જોશસ્ભર્યા વક્તવ્યથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

પ્રોગ્રામના મુખ્ય અંશો :

ઈમાનની હિફાઝત (રક્ષા) : સૈયદ મોહમ્મદ નૂરાની મિયાંએ પોતાના સંબોધનમાં વર્તમાન સમયમાં ઈમાન અને અકીદાની રક્ષા કરવાના મહત્વ પર ખાસ ભાર મૂક્યો હતો.

ના’ત અને દીની દલીલો : તેમણે “કુદરત-એ-રસૂલ અલ્લાહ” શીર્ષક હેઠળ સુંદર ના’ત-એ-પાક અને તેની સાથે સંબંધિત ઇસ્લામિક દલીલો રજૂ કરી હતી.

ઐતિહાસિક પ્રસંગોનું વર્ણન : પોતાના પ્રવચનમાં તેમણે હઝરત ઇબ્રાહિમ (અ.સ.) અને નમ્રુદ વચ્ચેના ઐતિહાસિક સંવાદ અને પયગંબર ની શાન વિશે વિગતવાર સમજણ આપી હતી.

કાનફરન્સના અંતમાં દેશમાં અમન, શાંતિ અને ભાઈચારા માટે વિશેષ દુઆ કરવામાં આવી હતી. સંતરામપુર અને આસપાસના વિસ્તારોમાંથી પધારેલા લોકોએ કાર્યક્રમની સફળતા આ કાર્યક્રમનું આયોજન હાજી અસ્પાક ભુરા રિઝવાન ભૂરા અને મદની ભૂરા દ્વારા કરવામાં આવેલું

અંતે કાર્યક્રમમાં મદની પુરાના નિવાસ્થાને હજરત મોહમ્મદ અલ્લાહમાં સૈયદ નૂરાની મિયા આશિકી રસુલ મુલાકાત તો મોકો આપેલો હતો.