કદવાલના સુખી ડેમમાં ડુબેલ યુવક-યુવતિના મૃતદેહ આજે મળ્યા

છોટા ઉદેપુર જીલ્લાના કદવાલ તાલુકામાં એક સગીર પ્રેમી યુગલની લાશ સુખી ડેમના પાણીમાંથી મળી આવી છે. આજે વહેલી સવારે બંનેના મૃતદેહ એકબીજાને વળગેલા હાલતમાં મળ્યા હતા. કદવાલ પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની કાર્યવાહી શ‚ કરી છે. આ સગીર યુગલ બુધવારે સાંજે સટુન ગામ પાસે આવેલા સુખી ડેમના પુલ પરથી પાણીમાં કૂદ્યું હોવાનું મનાય છે. કૂદતા પહેલા તેમણે પોતાના મોબાઈલ અને ચપ્પલ પુલ પાસે કાઢી મૂક્યા હતા.

ઘટનાની જાણ થતાં જ ગઈકાલ સવારથી છોટા ઉદેપુર ફાયર વિભાગે બંનેની શોધખોળ શ‚ કરી હતી. આજે વહેલી સવારે બંનેના મૃતદેહ પાણીની સપાટી પર આવી ગયા હતા.

યુગલે કયા કારણોસર આ પગલું ભર્યું તે હજુ સ્પષ્ટ નથી. કદવાલ પોલીસે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે કદવાલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડવામાં આવ્યા છે.