
આજે કદવાલ તાલુકાના કદવાલ મસ્જિદ ખાતે એસએસજી હોસ્પિટલ વડોદરા અને જાવેદભાઈના સહયોગથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પ મુસ્લિમ પંચ કદવાલ દ્વારા યોજાયો હતો.
મુખ્ય મહેમાનોમાં ઠાકોર ભરતસિંહજી દાદા, વેપારી મંડળના પ્રમુખ ઠાકોર ઇન્દ્રજીતસિંહ, મુસ્લિમ પંચના પ્રમુખ મુમતાજ અલી મકરાણી, મંત્રી કરીમભાઈ મકરાણી, અમજદ અલી મકરાણી અને રાજગઢ મુસ્લિમ પંચના પ્રમુખ હાજર હતા. ભરતસિંહજી દાદાએ રીબીન કાપી કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું.
છેલ્લા ત્રણ વર્ષથી કદવાલ મુસ્લિમ પંચ દ્વારા આવા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન થાય છે. દર વર્ષે ૫૦ થી ૬૦ બોટલ રક્ત એકત્ર થાય છે. આ વર્ષે પણ દાતાઓને ફરજાના મેડમ કોઠારીએ ગિફ્ટ અને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહન આપ્યું હતું.