મહિસાગર દેગમડા બ્રિજ પરથી મહિલાએ નદીમાં છલાંગ મારતાં હોડીની મદદથી સ્થાનિકો દ્વારા બચાવાઈ

મહીસાગર જીલ્લાના દેગમડા નજીક મહીસાગર નદીના બ્રિજ પરથી એક મહિલાએ નદીમાં છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.

મહિલા નદીના પાણીમાં પડતાં આસપાસના લોકોનું ધ્યાન ગયું હતું. તેમણે તરત જ બચાવ કામગીરી શ‚ કરી. સ્થાનિક લોકોએ હોડી ની મદદથી મહિલાને નદીમાંથી સુરક્ષિત બહાર કાઢી તેનો જીવ બચાવ્યો.

બચાવ બાદ મહિલાને વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. સ્થાનિક લોકોની સમયસૂચકતાને કારણે મહિલાનો જીવ બચી ગયો. જોકે, મહિલાએ કયા કારણોસર નદીમાં છલાંગ લગાવી તે હજુ સ્પષ્ટ નથી. આ અંગે તપાસ ચાલી રહી છે.