સંજેલીમાંથી ૨૨ કિલો શંકાસ્પદ ગોૈવંશનો માંસનો જથ્થો ઝડપાયો

સંજેલી પંથકમાં ગોૈવંશના કતલ અને ગેરકાયદે વેચાણનો ગંભીર મામલો સામે આવ્યો છે. સ્થાનિક પોલીસને મળેલ બાતમીના આધારે દરોડો પાડીને આશરે ૨૨ કિલો જેટલો શંકાસ્પદ ગોૈમાંસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દરોડા દરમિયાન આરોપી મકાનનો પાછળનો દરવાજો ખોલીને નાસી છુટવામાં સફળ રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઈમ્તિયાઝ શબ્બીર ડબ્બા નામનો ઈસમ પોતાની દુકાન અને મકાનમાં ગેરકાયદેસર રીતે ગોૈવંશનુ કતલ કરી માંસ સંતાડીને તેનુ વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસની ટીમ તાત્કાલિક એકશનમાં આવી હતી અને સ્થાનિક ગોૈરક્ષકોને સાથે રાખી આરોપીની દુકાન તેમજ રહેણાંક મકાન પર સંયુકત દરોડો પાડ્યો હતો. દરમિયાન પોલીસની ટીમને આવતી જોઈને આરોપી ઈમ્તિયાઝ શબ્બીર ડબ્બા મકાનના પાછળના દરવાજેથી નાસી છુટ્યો હતો. પોલીસે પંચોની હાજરીમાં ધરની તપાસ કરતા અંદરના ભાગે પ્લાસ્ટિકની કોથળીમાં સંતાડી રાખેલો ૨૨ કિલો જેટલો શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ સમગ્ર જથ્થો કબ્જે લઈ એફએસએલ પૃથકકરણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી ફરાર આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.