ગોધરામાં ૨૦૦ કરોડના સીએસઆર કોૈભાંડ સંડોવાયુ : મુંબઈની સ્વરલિપી ટ્રસ્ટના સહયોગથી થનાર આરોગ્ય કેમ્પ અચાનક રદ્દ

ગોધરામાં ગૃહમંત્રી અમીત શાહના જન્મદિવસે આયોજિત આરોગ્ય કેમ્પ અચાનક રદ્દ કરાયો છે. સાંસદ રાજપાલસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કેમ્પમાં મુંબઈના ‘સ્વરલિપી ચેરિટેબલ ટ્રસ્ટ’ નો સહયોગ લેવાયો હતો. પરંતુ આ ટ્રસ્ટ સામે ૨૦૦ કરોડના સીએસઆર ફંડ કોૈભાંડમાં ઈ.ડી.ની તપાસ અને મની લોન્ડરીંગની કાર્યવાહી ચાલતી હોવાની વિગતો રાત્રે બહાર આવતા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. અને તંત્ર દ્વારા તાત્કાલિક કેમ્પ રદ્દ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ માટે સ્થાનિક કંપનીઓ પાસેથી સીએસઆર ફંડ મેળવવામાં આવ્યુ હતુ કે નહિ, તે અંગે હવે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

પંચમહાલના લોકસભા સાંસદ રાજપાલસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ ગોધરા ખાતે ગુ‚વારે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહના જન્મદિવસ નિમિત્તે વિશાળ આરોગ્ય સેવા અભિયાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પ સ્વરલિપી ચેરીટેબલ ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર, પંચમહાલના સંયુકત ઉપક્રમે યોજાવાનો હતો. સવારે ૮ વાગ્યાથી શરૂ થનારા આ કેમ્પ માટે આરોગ્ય વિભાગ સહિત સમગ્ર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પુર્ણ કરી દેવાઈ હતી. પરંતુ બુધવારે મોડીરાતે અનિવાર્ય સંજોગો દર્શાવીને કેમ્પ રદ્દ કરવામાં આવ્યો હોવાની વાતો ફરતા ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો હતો. તપાસમાં સામે આવ્યુ કે, આ કેમ્પમાં સહયોગ આપી રહેલા મુંબઈના સ્વરલિપી ચેરીટેબલ ટ્રસ્ટ નો વિવાદિત અને કોૈભાંડી ઈતિહાસ બહાર આવતા તંત્ર દ્વારા આખરે આ નિર્ણય લેવાયો હતો. સાંસદના માર્ગદર્શન હેઠળ તંત્ર જે ટ્રસ્ટનો સહયોગ લેવા રાજી થયુ હતુ. તે સ્વરલિપી ચેરીટેબલ ટ્રસ્ટ સામે ૨૦૦ કરોડ રૂપિયાના સીએસઆર ફંડ કોૈભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈ.ડી.)દ્વારા મની લોન્ડરીંગની કાર્યવાહી ચાલી રહી છે. બુધવારે મોડીરાતે આ વિવાદિત ટ્રસ્ટ અંગેની જાણકારી મળતા જ વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મોડીરાત્રે ફોન પર ચર્ચાઓ થયા બાદ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય લેવાયો હતો. જયારે વહીવટી તંત્ર કોના કહેવાથી જે ટ્રસ્ટ સામે ઈ.ડી.ની કાર્યવાહી ચાલી રહી છે તેનો સહયોગ લેવા રાજી થયો તે તપાસનો વિષય બન્યો છે.જયારે આ સમગ્ર કાર્યક્રમ પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના માર્ગદર્શન હેઠળ આયોજિત હોવાથી સીએસઆર ફંડ કેટલી કંપનીઓએ કેટલો આપવામાં આવ્યો છે કે નહિ તેની તપાસનો દોૈર ચાલુ થશે તેમ લાગી રહ્યુ છે.