
એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે કહ્યું છે કે રાજકીય મતભેદો છતાં, એનસીપી (એસપી)ના વડા શરદ પવાર સાથેના તેમના સંબંધો સૌહાર્દપૂર્ણ અને પારિવારિક રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની વચ્ચે ક્યારેય કોઈ કડવાશ નહોતી.ગુરુવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શરદ પવારને મળેલા પટેલે કહ્યું કે તેઓ વરિષ્ઠ નેતાના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા ગયા હતા. તેમણે પુષ્ટિ આપી કે પવાર સ્વસ્થ છે. પટેલે કહ્યું, “ચોક્કસ રાજકીય મતભેદો રહ્યા છે, પરંતુ ક્યારેય કોઈ કડવાશ નથી આવી. હું સમયાંતરે પવાર સાહેબને મળતો રહ્યો છું. અમારો પારિવારિક સંબંધ છે, જે ચાલુ રહેશે.”
તેમણે કહ્યું કે બંનેએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી. પટેલે કહ્યું કે શરદ પવાર સારા મૂડમાં હતા અને તેમની સામાન્ય રીતમાં હસતા હતા. ૮૫ વર્ષીય એનસીપી એસપી વડાને બુધવારે દક્ષિણ મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને અગાઉ પુણેના રૂબી હોલ Âક્લનિકમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ સોમવારથી સારવાર હેઠળ હતા. દરમિયાન, અટકળો તેજ થઈ ગઈ છે કે શરદ પવારની પુત્રી કેન્દ્રીય મંત્રી બનશે.શિવસેનાના નેતા સંજય રાઉતે પણ શરદ પવારને મળ્યા હતા. તેમણે ઠ પર લખ્યું, “હું બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આદરણીય શરદ પવારને મળ્યો. તેમની તબિયત સ્થિર છે અને સુધરી રહી છે. મેં તેમને તાજેતરમાં પ્રકાશિત થયેલ પુસ્તક “બોધ કીર્તન” ભેટમાં આપ્યું. પવાર સાહેબ ભાષાના માસ્ટર છે!
શરદ પવાર દ્વારા સ્થાપિત એનસીપી ૨૦૨૩ માં વિભાજીત થયું જ્યારે પ્રફુલ્લ પટેલ સહિત કેટલાક પક્ષના નેતાઓ મહારાષ્ટ્રમાં શાસક મહાયુતિ ગઠબંધનમાં જાડાયા. ત્યારબાદ, અજિત પવાર જૂથને પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન મળ્યું, જ્યારે શરદ પવારનો જૂથ એનસીપી એસપી બન્યો.
શરદ પવાર સાથે પ્રફુલ્લ પટેલની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે એનસીપીના વરિષ્ઠ નેતાઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. પાર્ટીના વડા સુનેત્રા પવાર અને તેમના પુત્રો પાર્થ અને જય હાજર નહોતા. શાહ સાથેની આ મુલાકાત એવા અહેવાલો વચ્ચે થઈ છે કે એનસીપી નેતૃત્વ પાર્ટીમાં પાર્થ પવારના વધતા પ્રભાવથી નાખુશ છે.એનસીપી અને એનસીપી એસપી બંનેએ મર્જરની શક્યતાને નકારી કાઢી છે. શરદ પવારે તાજેતરમાં જણાવ્યું હતું કે તેમનો પક્ષ અન્ય કોઈ પક્ષ સાથે મર્જ નહીં થાય, પરંતુ જે લોકો જાડાવા માંગે છે તેમનું સ્વાગત છે.