
હળવદ તાલુકાના ઘણાંદ ગામમાં ઓનલાઈન ગેમિંગની લતે એક યુવાનનો જીવ લીધો હતો. ૩૧ વર્ષીય ઘનશ્યામ સોલંકીએ ઓનલાઈન ગેમમા દેવું થઈ જતાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી.સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ઘણાંદ ગામના રહેવાસી ધનશ્યામભાઈ સોલંકીને ઓનલાઈન ગેમ રમવાની ટેવ હતી. ગેમ રમતી વખતે મોટી રકમ ગુમાવવાના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા હતા અને તેમના પર દેવું વધી ગયું હતું.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જાકે, તબીબોની સારવાર છતાં તેમનો જીવ બચાવી શકાયો નહોતો અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. બનાવ અંગેની જાણ થતાં જ હળવદ પોલીસ મથકની ટીમે હોÂસ્પટલ પહોંચી મૃતદેહનો કબજા મેળવ્યો હતો. પોલીસે ઘટના અંગે અકસ્માતે મોતનો ગુનો દર્જ કરીને યુવકના પરિવારજનોના નિવેદન નોંધવા સહિત આગળની કાયદેસરની તપાસ અને તપાસ પ્રક્રિયા હાથ ધરી છે.