સગીરાની છેડતી મામલે ટોકતા ત્રણ નરાધમોએ અજીતને મંદિર પાસે ખંજર ભોંકી દીધું

શહેરના ઓઢવમાં છેડતી બાબતે ઠપકો આપવાની અદાવતમાં ૨૮ વર્ષીય યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. ઓઢવ ગામમાં પાણીની ટાંકી પાસે આવેલા જાગણી માતાના મંદિર નજીક અજીત ઠાકોર પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હોવાની માહિતી છે. મંદિરના મંડપમાં લાઇટિંગ અને ડેકોરેશનનું કામ કરી રહેલા અજીત પર લાકડીઓ અને ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

પ્રાથમિક તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, આ ઘટના પાછળ સગીરાની છેડતીનો વિવાદ હોવાની આશંકા છે. મૃતક અજીત ઠાકોરે પોતાના પરિચિત પરિવારની સગીરાની છેડતી કરનારા શખ્સોને ટોક્્યા હતા. આ મામલે સમાધાન માટે અજીત આરોપીઓના ઘરે પણ ગયો હતો. જાકે, ત્યારબાદ પણ અદાવત ચાલુ રહી હોવાની પોલીસ તપાસમાં વિગતો સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ઘટનાના દિવસે એÂક્ટવા હટાવવા બાબતે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી છે. ત્યારબાદ એકટીવા પર આવેલા ત્રણ શખ્સોએ જાગણી માતાજીના મંદિર પાસે અજીત પર અચાનક હુમલો કર્યો હતો. હુમલામાં લાકડીઓ અને ધારદાર હથિયારનો ઉપયોગ કરાયો હોવાની વિગતો છે. જાકે, હત્યા પાછળના ચોક્કસ ઘટનાક્રમ અને આરોપીઓની ભૂમિકા અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.

ઘટનાની જાણ થતાં ઓઢવ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી હતી, જ્યારે એફએસએલની ટીમે ક્રાઇમ સીન પરથી લોહીના નમૂના સહિતના પુરાવા એકત્ર કર્યા હતા. ઓઢવ પોલીસ સ્ટેશનના પીઆઇ પ્રતિક ઝીંઝુવાડિયાના જણાવ્યા મુજબ, આ મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ હાલ ફરાર હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની ધરપકડ માટે પોલીસની ટીમો તપાસ કરી રહી છે.

એક સગીરાની છેડતીના મામલે અવાજ ઉઠાવનાર યુવકની હત્યાની ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં આક્રોશ જાવા મળી રહ્યો છે. હવે પોલીસ માટે મુખ્ય પડકાર ત્રણેય આરોપીઓને ઝડપી પાડવાનો અને હત્યા પાછળના તમામ કારણો શોધવાનો છે. આરોપીઓની ધરપકડ તથા વધુ તપાસ બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે.