
ગાંધી જયંતીના દિવસે સુરતમાં ગેરકાયદે કતલખાનાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે ‘અહિંસા માર્ચ’ યોજાઈ હતી. આયોજકોના જણાવ્યા મુજબ આ માર્ચમાં સાધુ-સંતો, સાધ્વીજી ભગવંતો, વિવિધ સામાજિક સંગઠનો અને સામાન્ય નાગરિકો સહિત ૫ હજારથી વધુ લોકો જાડાયા હતા.સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી માર્ચનો પ્રારંભ થયો હતો. રેલી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ જિલ્લા કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી.
રેલીમાં સાધુ-સંતો અને જૈન સાધ્વીજી ભગવંતો ઉપરાંત વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકોએ ભાગ લીધો હતો.રેલી બાદ સંતો અને સામાજિક અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં ગેરકાયદે રીતે ચાલતા હોવાનો દાવો કરવામાં આવતા કતલખાનાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.આયોજકોનો આક્ષેપ છે કે આવી પ્રવૃત્તિઓ અહિંસાના મૂલ્યો સાથે સુસંગત નથી. તેમણે તંત્રને આવા કતલખાનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને બંધ કરાવવાની માંગ કરી હતી.
અહિંસા માર્ચ દરમિયાન ગૌવંશના રક્ષણનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. સાધુ-સંતો અને આગેવાનોએ ગૌમાતાને ‘રાષ્ટÙમાતા’ જાહેર કરવાની માંગ કરી હતી.આ સાથે ગૌવંશના રક્ષણ માટે વધુ અસરકારક પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી.આયોજકો અને સંતોએ જણાવ્યું હતું કે ગેરકાયદે કતલખાનાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ મુદ્દે વધુ આંદોલન કરવામાં આવી શકે છે.ગાંધી જયંતીના દિવસે યોજાયેલી આ માર્ચમાં અહિંસા, ગૌવંશ રક્ષણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા.