
પોરબંદરની મુલાકાતે આવેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાવેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ દરમિયાન તેમણે ચાલુ વિમાનમાં અસાધારણ સાહસ દર્શાવી મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી વીર કેપ્ટન સ્મિત મચ્છરના ઉત્તમ સ્વાસ્થ્ય માટે વિશેષ પ્રાર્થના કરી હતી.કેપ્ટન સ્મિત મચ્છર હાલ સારવાર હેઠળ છે. તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના સાથે ભાવેશ્વર મહાદેવ મંદિરે વિશેષ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સહભાગી બન્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાદેવ સમક્ષ કેપ્ટન સ્મિત મચ્છર ઝડપથી સ્વસ્થ થાય અને તેમને દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ જાવા મળ્યો હતો. કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે યોજાયેલી વિશેષ મહાઆરતીમાં પણ મુખ્યમંત્રી જાડાયા હતા.મુખ્યમંત્રીએ જણાવ્યું કે કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગુજરાતના વિવિધ મંદિરોમાં પ્રાર્થના કરવામાં આવી રહી છે. તેમની ઝડપથી તબિયત સુધરે તેવી સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે.મુખ્યમંત્રીએ રાજ્યના નાગરિકોને પણ ગુજરાતી વીર કેપ્ટન સ્મિત મચ્છર માટે મંગલકામના કરવા અપીલ કરી હતી.
કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્ય માટે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મંદિરોમાં પ્રાર્થના અને ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. લોકો તેમના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી રહ્યા છે.પોરબંદરમાં પણ ભાવેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલી મહાઆરતી દરમિયાન કેપ્ટન માટે સામૂહિક પ્રાર્થના કરવામાં આવી હતી.મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરના સાહસને યાદ કરીને તેમના ઉત્તમ સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.