રાજકોટ મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર: એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી

રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગમાં મોટાપાયે વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા એકસાથે ૧૧૫ નાયબ મામલતદારોની બદલી અને નવી નિમણૂકના આદૃેશો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લાના વિવિધ તાલુકા, મામલતદાર કચેરીઓ, પ્રાંત અધિકારી કચેરીઓ અને કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. વહીવટી કામગીરીમાં સરળતા લાવવા અને જાહેર સેવાને વધુ સુઢ બનાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશ દ્વારા જાહેર કરવામાં આવેલા આદૃેશ અનુસાર, કુલ ૧૧૫ નાયબ મામલતદારોની સામૂહિક બદૃલી કરવામાં આવી છે. આ ફેરફારમાં કલેક્ટર કચેરીથી લઈને જિલ્લાના વિવિધ તાલુકાઓની મહેસૂલ કચેરીઓ સુધીના કર્મચારીઓનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, કલેક્ટર કચેરીમાં ફરજ બજાવતા ૧૨ કર્મચારીઓ, રાજકોટ શહેરની અલગ-અલગ મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા ૧૫ કર્મચારીઓ અને પુરવઠા વિભાગના ૧૨ કર્મચારીઓની બદૃલી કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાના વિવિધ તાલુકાઓની મામલતદાર કચેરીઓ અને પ્રાંત અધિકારી કચેરીઓમાં ફરજ બજાવતા નાયબ મામલતદૃારોને પણ નવી જગ્યાએ મૂકવામાં આવ્યા છે.

આ સામૂહિક બદૃલીના આદૃેશથી રાજકોટ જિલ્લાના મહેસૂલ વિભાગની અનેક કચેરીઓમાં કર્મચારીઓની જવાબદારીઓ બદલાશે. કલેક્ટર કચેરી, જિલ્લા પુરવઠા કચેરી, શહેરની મામલતદાર કચેરીઓ તેમજ તાલુકા કક્ષાની કચેરીઓમાં નવી નિમણૂકો કરવામાં આવી છે.

આ ફેરફારથી વિવિધ કચેરીઓમાં વહીવટી કામગીરીનું પુન:આયોજન થશે. સાથે જ કર્મચારીઓને નવી જગ્યાએ ફરજ બજાવવાની જવાબદૃારી સોંપવામાં આવી છે.

બદલીના આદૃેશની સાથે સાત નાયબ મામલતદૃારોને તેમની હાલની ફરજ ઉપરાંત નાયબ મામલતદૃાર (મહેસૂલ) તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે.વધારાનો ચાર્જ મેળવનારા અધિકારીઓમાં પ્રણવ આચાર્ય, ધવલ પરમાર, વિપુલ રાજ્યગુરુ, હરેશ સામંડ, વિજયિંસહ ચુડાસમા, યોગેશકુમાર મૂળિયાં અને ભગીરથ કાછડીયાનો સમાવેશ થાય છે.

આ વહીવટી ફેરફારમાં બે કર્મચારીઓની ચોક્કસ જગ્યાઓ પર યથાવત્ નિમણૂક રાખવામાં આવી છે. જેમાં જિલ્લા પુરવઠા કચેરી, રાજકોટ ખાતે મુખ્ય કારકુન તરીકે ફરજ બજાવતા મહેશ બી. સાકરિયા અને પ્રાંત કચેરી, રાજકોટ શહેર-૧માં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા મીલન ડી. નિમાવતનો સમાવેશ થાય છે.

રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર કરાયેલા બદૃલીના આદૃેશમાં તમામ ૧૧૫ નાયબ મામલતદૃારોનાં નામ અને તેમની નવી નિમણૂકની વિગતો આપવામાં આવી છે. કર્મચારીઓની કઈ કચેરીમાંથી ક્યાં બદલી કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી સત્તાવાર બદલી યાદૃીમાં જોઈ શકાશે.