માતાપિતાને તરછોડનારાઓનો સામાજિક બહિષ્કાર કરો’, હર્ષભાઈ સંઘવીની અપીલ

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના રણાસણ ખાતે યોજાયેલા શ્રી બહુચર પાટીદાર વાડીના ઉદ્ઘાટન સમારોહમાં માતાપિતાની અવગણના કરતા સંતાનોને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે સમાજના લોકોને અપીલ કરી હતી કે જે સંતાનો પોતાના વૃદ્ધ માતા-પિતાને તરછોડી દૃે છે અથવા તેમને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, તેમનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. હર્ષભાઈ સંઘવીના આ નિવેદનથી સામાજિક જવાબદારી અને વડીલોના સન્માનનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.

સમારોહને સંબોધિત કરતા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે જે માતા-પિતા પોતાના સંતાનોને ઉછેરવા માટે આખી િંજદૃગી મહેનત કરે છે, અનેક મુશ્કેલીઓ સહન કરે છે અને કાળી મજૂરી કરીને તેમને મોટા કરે છે, એ જ માતાપિતાને વૃદ્ધાવસ્થામાં સહારો આપવાની જવાબદારી સંતાનોની છે. તેમણે ભારપૂર્વક કહૃાું હતું કે જે વ્યક્તિ પોતાના માતાપિતાને નથી સાચવી શકતી, તે અન્ય કોઈ સંબંધ કેવી રીતે સાચવી શકશે?

નાયબ મુખ્યમંત્રીએ સમાજના આગેવાનો અને લોકોને અપીલ કરી હતી કે જે સંતાનો પોતાના વૃદ્ધ માતાપિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે, તેમને સામાજિક પ્રસંગોમાં આમંત્રિત ન કરવા જોઈએ. લગ્નપ્રસંગો, સામાજિક મેળાવડા અને અન્ય કાર્યક્રમોમાં આવા લોકોને સ્થાન ન આપીને સમાજે સ્પષ્ટ સંદૃેશ આપવો જોઈએ કે માતાપિતાની અવગણના સ્વીકાર્ય નથી.

હર્ષભાઈ સંઘવીએ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સામાજિક સુધારણા માટે નક્કર પગલાં લેવાની જ‚રિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજના આગેવાનોને વૃદ્ધ માતાપિતાની અવગણના કરતા સંતાનો સામે કડક સામાજિક નિયમો બનાવવા અપીલ કરી હતી. માતાપિતાએ જીવનભર પરસેવો પાડીને સંતાનોનું ભવિષ્ય બનાવ્યું હોય ત્યારે વૃદ્ધાવસ્થામાં તેમની જવાબદારીથી દૃૂર ભાગતા સંતાનોને સામાજિક કાર્યો અને પ્રસંગોથી દૃૂર રાખવા જોઈએ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

રણાસણ ખાતેના આ સમારોહમાં હર્ષભાઈ સંઘવીના નિવેદનનો મુખ્ય સંદૃેશ એ રહૃાો હતો કે માતા-પિતાની સેવા માત્ર પરિવારની નહીં, પરંતુ સમગ્ર સમાજની નૈતિક જવાબદારીનો વિષય છે. વૃદ્ધાવસ્થામાં માતાપિતાને એકલતા કે અસહાય સ્થિતિમાં મૂકવાને બદલે તેમને સન્માન, પ્રેમ અને સહારો આપવો જોઈએ. સમાજના આગેવાનો સાથે મળીને આ દિશામાં નિર્ણય લે તો સામાજિક સ્તરે પરિવર્તન લાવી શકાય તેવી અપીલ પણ તેમણે કરી હતી.