મણિપુરમાં આતંકવાદીઓએ બે કાર પર ગોળીબાર કર્યો, જેમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા

મણિપુરના ઉખરુલ જિલ્લામાં શુક્રવારે શંકાસ્પદ આતંકવાદીઓએ બે વાહનો પર ગોળીબાર કર્યો, જેમાં બે મહિલાઓ સહિત ચાર લોકોના મોત થયા,

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના ઇમ્ફાલ-ઉખરુલ રોડ પર “ન્યૂ હેવન” વિસ્તારમાં બની હતી જ્યારે સશસ્ત્ર આતંકવાદૃીઓએ બે ફોર વ્હીલર વાહનો પર ગોળીબાર કર્યો હતો.

તેમણે કહૃાું કે બંને કારમાં મુસાફરી કરી રહેલા બે પુરુષો અને બે મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બંને વાહનોના કાચ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દૃેખાતા હતા. અગાઉ, કાંગપોકપીના તાપૌ કુકી ગામ અને પડોશી સેનાપતિ જિલ્લાના કૈલેજંગ નજીકના વિસ્તારમાં બે હરીફ જૂથો વચ્ચે ગોળીબાર થયો હતો. ૪૨ વર્ષીય કુકી મહિલાનું ગોળી મારીને મોત થયું હતું અને બે પુરુષો ઘાયલ થયા હતા.

મણિપુરમાં, મે ૨૦૨૩ માં ખીણમાં રહેતા મેઇતેઈ સમુદૃાયો અને પહાડીઓમાં રહેતા કુકી સમુદૃાયો વચ્ચે ફાટી નીકળેલા વંશીય સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા ૩૦૬ લોકો માર્યા ગયા છે. આ સંઘર્ષથી ૪૯ લોકો ગુમ થયા છે અને હજારો લોકો બેઘર થયા છે. આ વર્ષે ફેબ્રુઆરીથી પહાડી જિલ્લાઓમાં કુકી અને નાગા સમુદૃાયો વચ્ચે અથડામણમાં ઓછામાં ઓછા ૫૦ લોકો માર્યા ગયા છે.

દરમિયાન, ગુરુવારે મણિપુરના કાંગપોકપી જિલ્લામાં શંકાસ્પદૃ આતંકવાદૃીઓના બે જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં કુકી સમુદૃાયની એક મહિલાનું મોત થયું હતું અને બે અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના બાદૃ, કુકી સંગઠને જિલ્લામાં ૪૮ કલાકના સંપૂર્ણ બંધનું એલાન આપ્યું છે. સંગઠને સરકારને જિલ્લામાંથી તમામ સુરક્ષા દૃળો પાછા ખેંચવાની માંગ કરી છે, આરોપ લગાવ્યો છે કે સુરક્ષા દળો નાગરિકોની સુરક્ષા સુનિશ્ર્ચિત કરવામાં નિષ્ફળ ગયા છે.