નવા વર્ષે અમિતભાઈ શાહને મળવા ઉમટ્યા દિગ્ગજ નેતાઓ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાઠવી શુભેચ્છા

આજથી વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષનો પ્રારંભ થયો છે. નવા વર્ષ નિમિત્તે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહૃાો છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે અમદૃાવાદૃમાં નવા વર્ષની ઉજવણી કાર્યકરો અને આગેવાનો સાથે સ્નેહમિલન કરીને કરી હતી. આ પ્રસંગે અમિતભાઈ શાહને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા મોટી સંખ્યામાં કાર્યકરો, નેતાઓ અને શુભેચ્છકો પહોંચ્યા હતા. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો.

અમિતભાઈ શાહને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત ભાજપના પ્રદૃેશ પ્રમુખ જગદૃીશ વિશ્ર્વકર્મા પણ પહોંચ્યા હતા. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી પ્રદૃીપિંસહ જાડેજાએ પણ અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અનેક સાધુ-સંતોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી કેન્દ્રીય ગૃહમંત્રીને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને કાર્યકરોની હાજરીએ કાર્યક્રમને વિશેષ બનાવ્યો હતો.

નૂતન વર્ષના આ સ્નેહમિલન કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દૃેવવ્રત પણ અમિતભાઈ શાહને મળવા પહોંચ્યા હતા. બંનેએ તેમને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત અમદાવાદ શહેરના પોલીસ કમિશનર અનુપમ િંસહ ગેહલોતે પણ અમિતભાઈ શાહ સાથે મુલાકાત કરી હતી. આમ, વિક્રમ સંવત ૨૦૮૩ના પ્રારંભે અમદાવાદમાં યોજાયેલા આ સ્નેહમિલનમાં રાજકીય આગેવાનો, સાધુ-સંતો, અધિકારીઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ જોવા મળી હતી.