દિવાળીની ઉજવણી વચ્ચે અકસ્માતોની વણઝાર, ૪ દિવસમાં ૧૮૫૧૩ ઈમરજન્સી કેસ નોંધાયા

ગુજરાતમાં દિવાળીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી વચ્ચે માર્ગ અકસ્માતો અને ઈમરજન્સી કેસોની સંખ્યામાં િંચતાજનક વધારો જોવા મળ્યો છે તહેવારોની રજાઓમાં લોકો મોટી સંખ્યામાં હરવા ફરવા અને વતન જવા માટે બહાર નીકળતા રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ વધ્યું હતું જેના પરિણામે અકસ્માતોની સંખ્યામાં ભારે ઉછાળો નોંધાયો છે.

૧૦૮ ઈમરજન્સી સર્વિસ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ તહેવારોના દિૃવસોમાં ઈમરજન્સી કોલમાં ૨૫.૬૭ ટકા જેટલો મોટો વધારો નોંધાયો છે તારીખ ૮ નવેમ્બરથી લઈને ૧૧ નવેમ્બર સુધીના માત્ર ૪ દિવસના સમયગાળામાં સમગ્ર રાજ્યમાંથી ૧૦૮ સેવાને કુલ ૧૮૫૧૩ ઈમરજન્સી કેસ મળ્યા હતા.

આ આંકડાઓની સરખામણી જો સામાન્ય દિૃવસો સાથે કરવામાં આવે તો દિવાળીના તહેવારોમાં સામાન્ય દિવસો કરતા ૫૨૪૮ કેસ વધુ નોંધાયા છે ખાસ કરીને તહેવારના દિૃવસોમાં માર્ગ અકસ્માતના કેસોમાં સૌથી વધુ ઉછાળો જોવા મળ્યો હતો જેના કારણે ૧૦૮ એમ્બ્યુલન્સનો સ્ટાફ સતત ખડેપગે રહૃાો હતો.

રાજ્યના મુખ્ય શહેરોની વાત કરીએ તો સૌથી વધુ ઈમરજન્સી કેસ અમદૃાવાદૃશહેરમાં સામે આવ્યા છે અમદૃાવાદૃમાં ૪૩૭ જેટલા કેસ નોંધાયા હતા જ્યારે ડાયમંડ સિટી સુરતમાં ૨૯૮ જેટલા ઈમરજન્સી કેસ સામે આવ્યા હતા તહેવારોની ઉજવણી દૃરમિયાન વાહનચાલકોની ઉતાવળ અને ટ્રાફિકના નિયમોના ભંગને કારણે અકસ્માતની ઘટનાઓ વધી હોવાનું સામે આવ્યું છે.