
સંયુક્ત આરબ અમીરાતમાં એક ટ્રક નિયંત્રણ બહાર નીકળી ગયો અને રસ્તા પર અનેક વાહનો સાથે અથડાઈ ગયો.યુએઈના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં ૧૪ લોકોના મોત થયા છે અને લગભગ ૩૦ અન્ય ઘાયલ થયા છે. આ ઘટના ફુજૈરાહના અમીરાતના પ્રવેશદ્વાર પાસેના રસ્તા પર બની હતી. એવું જાણવા મળ્યું છે કે મૃતકોમાં ઘણા ભારતીયોનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયના એક નિવેદૃન અનુસાર, એક ટ્રક ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે તે બીજા વાહન સાથે અથડાયું હતું. ત્યારબાદૃ ટ્રક પલટી ગઈ અને ટ્રાફિક જામને કારણે રોકાયેલા અન્ય ઘણા વાહનો સાથે અથડાઈ ગઈ. આ ઘટના મધ્યરાત્રિની આસપાસ બની હતી.
એવું પણ જાણવા મળ્યું છે કે અકસ્માત દરમિયાન ટ્રકમાં આગ લાગી હતી અને આગ અન્ય ઘણા વાહનોમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. પોલીસ, એમ્બ્યુલન્સ અને નાગરિક સંરક્ષણ ટીમો સહિતની કટોકટી સેવાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઘાયલોમાંથી અડધાને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, જ્યારે બાકીના હજુ પણ સારવાર હેઠળ છે.
દુબઈ ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ કરવામાં આવ્યું છે. દરમિયાન, દુબઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટે અહેવાલ આપ્યો છે કે મૃતકોમાં ઘણા ભારતીય નાગરિકોનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે કોન્સ્યુલેટે શોકગ્રસ્ત પરિવારો સાથે વાત કરી છે. ભારતીય કોન્સ્યુલેટ સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહૃાું છે જેથી શક્ય તેટલી મદદ અને સહાય પૂરી પાડી શકાય.
અહેવાલો અનુસાર, ઘાયલોમાં સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, બ્રાઝિલ, પાકિસ્તાન, જોર્ડન અને ઇજિપ્તના નાગરિકોનો સમાવેશ થાય છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ પછી મૃતકોના મૃતદૃેહ તેમના પરિવારોને સોંપવામાં આવશે. અગાઉ, મે મહિનામાં, યુએઈ પર ઈરાની હુમલામાં ત્રણ ભારતીય ઘાયલ થયા હતા. પીએમ મોદૃીએ આ ઘટનાની િંનદૃા કરી હતી.